કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

હશનપર અને જેતપરડામાં બેલાની ગેરકાયદે ખાણ ઝડપાઇ

રાતીદેવળી અને વીરપરના શખ્સ હથિયાર સાથે પકડાયા

વાંકાનેર: બેફામ ખનીજ ચોરી વચ્ચે વાંકાનેર તાલુકામા ફાયર કલે અને સેન્ડ સ્ટોન એટલે બેલાની ગેરકાયદે ખાણો ધમધમી રહી છે ત્યારે ખાણ ખનીજ વિભાગે જેતપરડા અને હશનપર ગામે દરોડો પાડી એક જેસીબી, એક હિટાચી અને એક ડમ્પર સહિત 1 કરોડના વાહનો કબ્જે કરી વાંકાનેર સીટી પોલીસ મથકે જમા કરાવી દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી…

મોરબી ખાણ ખનીજ વિભાગે વાંકાનેર તાલુકામાં અલગ અલગ બે જગ્યાએ ગેરકાયદેસર બેલાની ખાણ ઝડપી લીધી હતી જેમાં પ્રથમ દરોડામાં જેતપરડા ગામે ક્યુરેકસ કારખાના પાછળનાં ભાગે દરોડો પાડી સેન્ડ સ્ટોનનું ખોદકામ કરતા જેસીબી નંબર GJ-36-S-3848 ઝડપી લીધું હતું. જ્યારે બીજા દરોડામાં હશનપર ગામે ગેગડી વિસ્તારમાં દરોડો પાડી સેન્ડ સ્ટોનના ખોદકામ કરતા ટાટા હિટાચી મશીમ તેમજ એક ડમ્પર નંબર GJ-18-AX-8418 ને ગેરકાયદેસર ખાણકામ કરી વહન કરવા બદલ પકડી સીઝ કરી સીટી પોલીસ મથકે જમા કરાવી દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી…

વધુમાં બેલાની ગેરકાયદેસર ખાણના ખાણકામ મશીન ઓપરેટર માલકિયા અનિલ બાબુભાઇ રે. જાલી તા. વાંકાનેર અને માલિક સરૈયા ભરત મોહનભાઇ રે. દરબારગઢ, જેતપરડા તા. વાંકાનેર હોવાનું સામે આવ્યું છે. સાથે જ અન્ય ઓપરેટર રાજીવ દેવનારાયણ યાદવ રે. મૂળ બિહાર હાલ હસનપર અને ડમ્પર ચાલક તેમજ માલીક રાજ વિનોદભાઈ વિઝીવાડીયા રે. લુણસરિયા તા. વાંકાનેર તેમજ પેથાભાઈ રાઘવભાઈ સરૈયા રે. હસનપર તા. વાંકાનેર દ્વારા કરવામાં આવતું હોવાનું સામે આવતા તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે…રાતીદેવળી અને વીરપરના શખ્સ હથિયાર સાથે પકડાયા
વાંકાનેર તાલુકાના રાતીદેવળીના આશીફભાઇ સુલેમાનભાઇ શેખ વાંકાનેર જીનપરા જકાતનાકા પાસેથી અને વીરપરના સંજય મેહુલભાઈ ડાભી (ભરવાડ) માટેલ રોડ અમરધામ પાસે ખોડિયાર ચેંબર પાછળથી પોતાના કબ્જામા એક છરી જેની લંબાઈ આશરે ૧ ફુટ છે જેની કિં.રૂ.૦૦/૦૦ વાળો જે હથિયાર તરીકે ઉપયોગ કરી શકાય તેવો લઈ જાહેરમાં નીકળતા મળી આવ તા અધિક જિલ્લાગ મેજી.સા. મોરબી જિલ્લાત મોરબીના હથિયાર બંધી જાહેરનામા ક્રમાંક નં-જે/એમએજી/ક. ૩૭(૧) જા. નામુ/વશી-૨૭૦૯(૧)/૨૦૨૪ તા.૨૭/૦૯/ ૨૦૨૪ નો હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરતા ગુન્હો જી.પી.એક્ટ કલમ-૧૩૫ મુજબ નોંધાયો છે….

અમે કોઈને કમલ સુવાસ ન્યુઝમાં એડ કરતા નથી માટે કોઈએ પોતાના કે બીજાના મોબાઈલ નંબર મોકલી એડ કરવાનું કહેવું નહીં, પણ તેમને અમારી લિન્ક મોકલી એડ થવાનું જણાવવું. એડ થવાની પ્રોસિજર નીચે મુજબ છે…

 

Content Copying Forbidden !!

error: Content is protected !!