નવાપરાના શખ્સ પર ત્રણ ગુન્હા: ઇકો કાર સર્પ આકારે ચલાવતા: દેશી દારૂ ભરેલી ઇકો કાર જપ્ત
વાંકાનેર: વાંકાનેર પંથકમાં ચાલી રહેલી ખનીજ ચોરી મામલે ખાણ ખનીજ વિભાગે આકસ્મિક ચેકીંગ કરી વાંકાનેર તાલુકાના લુણસર ગામે દરોડો પાડી સેન્ડસ્ટોન એટલે કે બેલાનું ગેરકાયદેસર ખનન કરવા સબ એક એક્સકવેટર મશીન કબ્જે કરવામાં આવ્યું હતું. આ ગેરકાયદે ખનીજ ચોરીમા બે શખ્સના નામ પણ ખુલવા પામ્યા છે…
મોરબી ખાણ ખનીજ વિભાગના ભૂસ્તર શાસ્ત્રી જે.એસ.વાઢેર દ્વારા ખનીજચોરી અટકાવવા બાબતે તપાસ હાથ ધરી કામગીરી કરવા બાબતે સૂચના આપતા કચેરીની ક્ષેત્રીય ટીમ દ્વારા વાંકાનેર તાલુકાના લુણસર ગામે ધોળાકુવા વિસ્તારમાં તપાસ કરવામાં આવતા એક્સકેવેટર મશીન નંબર 20SE21A0100661 મારફતે સેન્ડસ્ટોન ખનીજનું ગેરકાયદેસર ખોદકામ કરવામા આવતું હોવાનું સામે આવ્યું હતું.
વધુમાં ખાણ ખનીજ વિભાગની તપાસમાં ખોદકામ એક્સકેવેટર મશીન આરોપી રમેશભાઈ જાલાભાઈ ગમારા, રે. લુણસર તા. વાંકાનેર અને ગોપાલભાઈ ગેલાભાઇ ધ્રાંગીયાનું હોવાનું સામે આવતા ગેરકાયદેસર રીતે સેન્ડસ્ટોન ખનીજનું ખોદકામ કરવા બદલ મશીન સીઝ કરી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપી દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી…
નવાપરાના શખ્સ પર ત્રણ ગુન્હા
વાંકાનેર નવાપરા પંચાસર રોડ પર રહેતા અબ્બાસભાઈ ઉર્ફે આમદ આદમભાઈ કટીયા (ઉ.વ.28) ઉપર ત્રણ ગુન્હા દાખલ થયા છે.
(1) પોતાના હવાલાવાળુ બ્લુ કલરનુ એક્ટીવા મો.સા રજી.નંબર-GJ-36-AM-8341 જેની કી.રૂ.૩૦,૦૦૦/-ગણી જાહેર રોડ ઉપર કેફી પ્રવાહી પીધેલ હાલતમા સર્પાકાર રીતે ડ્રાઈવીંગ લાયસન્સ વગર ચલાવી મળી આવતા ગુન્હો એમ.વી.એકટ કલમ. ૧૮૫,૩-૧૮૧ તથા પ્રોહી કલમ-૬૬(૧)બી મુજબ…
(2) પોતાના કબ્જામા એક સ્ટેઈનલેશ સ્ટીલની છરી મળી આવતા અધિક જિલ્લા મેજી.સા. મોરબી જિલ્લા મોરબીના હથિયારબંધી જાહેરનામા ક્રમાંક નં- જે/એમએજી /ક.૩૭(૧)જા.નામુ/ વશી-૨૨૧૦/૨૦૨૪ તા. ૨૩/૧૦/૨૦૨૪ ૨૦૨૪નો હથિયારબંધી જાહેરનામાનો ભંગ અને ગુન્હો જી.પી.એક્ટ કલમ-૧૩૫ મુજબ (3) ઈંગ્લીશ દારૂની બોટલ મળી આવતા ગુન્હો- પ્રોહી એકટ કલમ-૬૫એ, ૯૮ મુજબ નોંધાયા…
ઇકકો કાર સર્પ આકારે ચલાવતા
ચોટીલા તાલુકાના ત્રંબોડા ગામના વનરાજભાઇ બચુભાઇ સાઢમીયા (ઉ.વ.20) કૈફી પ્રવાહી પી ઇકકો કાર નંબર GJ.-13-CB-0233 વાળો વગર લાયસન્સે સર્પ આકારે જીનપરા જકાતનાકા પાસે ચલાવી મળી આવતા કારની કિંમત રૂા.૧૦૦૦૦૦/- ગણી કબજે કરી ગુનો પ્રોહી કલમ- ૬૬(૧) બી એમ.વી.એકટ કલમ ૧૮૫ તથા ૩-૧૮૧ મુજબ નોંધાયો…
દેશી દારૂ ભરેલી ઇકો કાર જપ્ત
વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેરના પાડધરા ગામ નજીક આવેલ મહાનદીના પુલ પાસે વોચ ગોઠવી એક નંબર પ્લેટ વગરની સિલ્વર કલરની મારૂતી સુઝુકી ઇકો કારને રોકી તલાસી લેતા તેમાંથી 500 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો, જેથી પોલીસે દારૂ તથા ઇકો કાર સહિત કુલ રૂ. ૪,૦૦,૦૦૦ના મુદ્દમાલ સાથે આરોપી
અજયભાઇ ભગવાનભાઈ મકવાણા (ઉ.વ.૨૦, રહે. નાળીયેરી તા. ચોટીલા) ને પકડી પાડી પૂછપરછ કરતાં દારૂનો જથ્થો ચાંપરાજભાઇ (રહે. જાનીવડલા, તા. ચોટીલા) એ આપ્યો હોય અને મયુર ઉર્ફે નાગરાજ હરેશભાઇ અસવાર (રહે. ઢુવા, તા. વાંકાનેર) એ મંગાવ્યો હોવાની કબુલાત આપતા પોલીસે ફરાર બંને આરોપીઓ વિરુદ્ધ પણ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…