કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

સમથેરવામાં ફાયર ક્લેનું ગેરકાયદેસર ખનન પકડાયું

સમથેરવામાં ફાયર ક્લેનું ગેરકાયદેસર ખનન પકડાયું

બે એક્સકેવેટર મશીન જપ્ત

વીડી જાંબુડીયાના યુવાનને માથામાં લાકડી મારી

વાંકાનેર તાલુકાના સમથેરવા સીમ વિસ્તારમાં ફાયર ક્લે ખનીજનું ગેરકાયદેસર ખનન કરતા બે એક્સકેવેટર મશીન ઝડપી પાડીને ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતાની ટીમે આશરે રૂ. ૮૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરતા ખનીજ માફિયામાં ફફડાટ વ્યાપી ગયો છે….

મોરબી કલેક્ટરના માર્ગદર્શન હેઠળ અને ભૂસ્તરશાસ્ત્રી જગદીશ એસ. વાઢેરની સૂચના મુજબ, ભૂસ્તર વિભાગની ટીમે ૧૮ માર્ચના રોજ સમથેરવા ખાતે આકસ્મિક ચેકિંગ હાથ ધર્યું હતું. આ રેડ દરમિયાન સ્થળ પરથી ફાયર ક્લે ખનીજનું બિનઅધિકૃત ખનન કરતા બે મશીનો મળી આવ્યા હતા. જેમાં એક પીળા રંગનું કોમાત્સુ કંપનીનું એક્સકેવેટર મશીન અને બીજું સેની કંપનીનું

એક્સકેવેટર મશીન હતું. ભૂસ્તર વિભાગની ટીમે ગેરકાયદે ખનન કરવા બદલ આ બંને મશીનો સીઝ કરીને હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં સોંપ્યા છે. આ મામલે તંત્ર દ્વારા ગુજરાત મીનરલ્સ (પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઈનીંગ, ટ્રાન્સપોટેશન એન્ડ સ્ટોરેજ) રૂલ્સ-૨૦૧૭ મુજબ આગળની કાયદેસરની દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમ યાદીમાં જણાવાયું છે….

વીડી જાંબુડીયાના યુવાનને માથામાં લાકડી મારી
વાંકાનેરના વીડી જાંબુડીયા ગામે રહેતા જયેશભાઈ જેરામભાઈ કાંજીયા નામના ૨૪ વર્ષના યુવાનને અજાણ્યા લોકો દ્વારા માથાના ભાગે લાકડી વડે માર મારી હુમલો કરવામાં આવ્યો હતો. જેથી ઈજા પામતા તેને મોરબીની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. મોરબી પોલીસે પ્રાથમિક તપાસ કરી વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી.

Content Copying Forbidden !!

error: Content is protected !!