ટ્રક્નું ટાયર ફાટતા ટ્રક, ટ્રેક્ટર અને કાર વચ્ચે ભયંકર ટ્રિપલ અકસ્માત સર્જાયો
વાંકાનેર: 27 નેશનલ હાઈવે પર ઢુવા નજીક ગઈકાલે સાંજના ટ્રીપલ અકસ્માત થયો હતો, જેમાં કેટલાક લોકોને ઈજા પહોંચી હતી. ઇજા ગ્રસ્તોને એમ્બ્યુલન્સ મારફત હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.
મળેલી માહિતી મુજબ ઢુવા પાસે 27 નેશનલ હાઇવે પર કૈલાશ પેટ્રોલ પંપની સામે ગઈકાલ સાંજે ટ્રક, ટ્રેક્ટર અને કાર વચ્ચે ટ્રીપલ અકસ્માત થયો હતો, જેમાં કેટલાક લોકોને ઇજા થઈ હતી,
ઇજા ગ્રસ્તોને એમબ્યુલન્સ મારફત હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ એકસીડન્ટમાં કારનો સાવ બુકડો બોલી ગયો હતો.
વધુમાં મળેલી માહિતી મુજબ 27 નેશનલ હાઈવે પર ટ્રક જઈ રહ્યો હતો, ત્યારે કૈલાશ પેટ્રોલ પંપની સામે ટ્રકનું ટાયર ફાટતા ટ્રક ચાલકે ટ્રક પરથી કંટ્રોલ ગુમાવી દીધો હતો અને પરિણામે ટ્રક ડિવાઇડરમાં ઘૂસી જતા
તેમની પાછળ આવી રહેલા કાર અને ટ્રેક્ટર પણ તેની સાથે અથડાયા હતા; જેમાં ટ્રેક્ટરમાં બેસેલા કેટલાક મજૂરોને ઈજા થઈ હતી, જ્યારે કારનો સાવ બોકડો બોલી ગયો હતો.