વાંકાનેર તાલુકામાં આવેલ ગુંદાખડા ગામે સગીરા ઝેરી દવા પી જતા તેણીને સારવાર માટે મોરબી લાવવામાં આવી હતી.સગીરાને મોટી બહેન સાથે રસોઈ બનાવવા બાબતે ઝઘડો થયો હતો તે વાતમાં સગીરા દવા પી ગઈ હોય તેણીને સારવાર માટે મોરબી લાવવામાં આવી હોવાનું સામે આવ્યું હતું.




મોરબી એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયા પાસેથી મળતી માહિતી મુજબ મોરબીના વાંકાનેર તાલુકાના ગુંદાખડા ગામે રહેતી મીરલબેન મનસુખભાઈ સાપરા નામની ૧૬ વર્ષીય સગીરા ઝેરી દવા પી ગઈ હતી જેથી તેણીને સારવાર માટે અહિંની મંગલમ હોસ્પિટલે લાવવામાં આવી હતી અને બનાવ સંદર્ભે હોસ્પિટલ તરફથી જાણ થતા તપાસ કરવામાં આવી હતી.
જેમાં ખુલ્યું હતું કે રસોઈ બનાવવા બાબતે મીરલબેનને તેની મોટી બહેન સાથે સામાન્ય બોલાચાલી ઝઘડો થયો હતો તે વાતનું મનોમન લાગી આવતા મીરલબેને ઉપરોકત પગલું ભરી લીધું હતું અને હાલ ગુંદાખડાના મીરલબેન મંગલમ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે.