દિપાડાએ ખેડૂત પર હુમલો કરવાની કોશિશ કરતા તેઓ દુર ભાગી જતાં, તેમનો બચાવ થયો
વાંકાનેર: આ વિસ્તારમાં અવારનવાર દિપડો આંટાફેરા કરતો દેખાય છે. જાલસિકામાં છેલ્લા પાંચ મહિનામાં દિપડાએ વાડીમાં બાંધેલા પશુ પર હુમલો કરી ચાર પશુઓનું મારણ કરતા ખેડૂત મુશ્કેલ સ્થિતિમાં મુકાઇ ગયા છે, જેમાં વહેલી સવારે દિપડાએ વાડીએ બાંધેલ એક ગાયનું મારણ કર્યું હતું.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના જાલસિકા ગામની સીમમાં આવેલ હેમંતભાઇની વાડીએ વહેલી સવારે 6 વાગ્યાની આસપાસ ખેડૂત વાડીએ પશુઓ લઇને આવ્યા, ત્યાં થોડીવારમાં જ દિપાડાએ ખેડૂત પર હુમલો કરવાની કોશિશ કરતા તેઓ દુર ભાગી જતાં, તેમનો બચાવ થયો હતો, પરંતુ દીપડાએ ત્યાં બાંધેલ પશુઓમાંથી એક ગાયનું મારણ કરી ફાડી ખાધી હતી. અત્યાર સુધીમાં ખેડૂતની વાડીમાં દિપડાએ ચાર જેટલાં પશુના મારણ કરતા ખેડૂતને દોઢ લાખ જેટલી નુકસાની થયેલ છે, જેની સામે તંત્ર દ્વારા યોગ્ય વળતર ચુકવવામાં આવેલ નથી, જેથી બાબતે સતત ભયનાં ઓથારે જીવતા ખેડૂત પરિવાર દ્વારા અહીં વસવાટ કરતા દિપડાને પાંજરે પુરી વન વિભાગ દ્વારા તેને દુર ખસેડવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.