દીપક ફાઉન્ડેશન અને એનસીડીસી દ્વારા પ્રમોટ: આસપાસના ગામોમાંથી 300 થી વધુ સભાસદો ઉપસ્થિત રહ્યા

ભારત સરકારના 10000 ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશન યોજના હેઠળ મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના જેતપરડા મુકામે દીપક ફાઉન્ડેશન અને એનસીડીસી દ્વારા પ્રમોટ કરવામાં આવેલ “વાંકાનેર તાલુકા ખેડૂત ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડ”ની રચના કરવામાં આવી આ FPOના ઇનપુટ સેન્ટર નું ઉદ્ઘાટન કાર્યક્રમ માનનીય શ્રી યુ.વી કાનાણી (મામલતદાર વાંકાનેર) માનનીય શ્રી સંજય કુમાર (રીજીયોનલ ડાયરેક્ટર (NCDC) માનનીય શ્રી દિલીપ વાણીયા (ઇન્ચાર્જ FPO દિપક ફાઉન્ડેશન) ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં વાંકાનેર તાલુકાના જાલી જેતપરડા ની આસપાસના ગામોમાંથી 300 થી વધુ સભાસદો ઉપસ્થિત રહ્યા હતા FPO ઇનપુટ સેન્ટરમાં વ્યાજવી દરે ખેત ઓજાર, જંતુનાશક દવા ,રાસાયણિક ખાતર, પશુ આહાર મળી રહે અને પાકનું ઉત્પાદન થયા પછી તેની સારી કિંમત મળી રહે તેવા હેતુ સાથે આ (FPO)કાર્યરત છે.
માનનીય શ્રી સંજય કુમાર (રિજીયોને ડાયરેક્ટર (NCDC)ઓને સારી રીતે ચલાવવા અને પ્રોગ્રેસ કરવા ખેડૂતોના હિતમાં જણાવ્યું કે ખેડૂતોને એ દ્વારા સરકારી ગ્રાન્ટ, સબસીડી ,સરકારી યોજનાઓ નો લાભ મળે અને ખેડૂતોની આવક બમણી થાય તેવા પ્રયત્નો એપીઓ દ્વારા કરવામાં આવે છે.

માનનીય શ્રી દિલીપ વાણીયા (ઇન્ચાર્જ ઓફ દીપક ફાઉન્ડેશન) દ્વારા એક પીઓ ની સારી રીતે ચલાવવા માટે માર્ગદર્શન અને તેમના અનુભવથી ખેડૂતોને સંગઠિત રહી અને FPO એસટીઓમાં જોડાઈ ખેડૂતોને થતા ફાયદા ઓ જણાવ્યા હતા.
મામલતદાર સાહેબે જણાવ્યું હતું કે પરંપરાગત ખેતી ને આધુનિક ખેતી તરફ વળવા માટે ઓર્ગેનિક ફાર્મિંગ મધમાખી પાલન જેવી ખેતી ને પ્રોત્સાહિત કરવું જરૂરી છે.
આ કાર્યક્રમમાં દીપક ફાઉન્ડેશન અને અન્ય સરકારી ઓફિસરો દ્વારા ખેડૂતોને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું. મહેમાનો દ્વારા ડાયરેક્ટર ,સ્ટાફ અને સભાસદોને અભિનંદન પાઠવ્યા હતા.