૧૪ વર્ષની બાળકી મોરબી દવાખાને સારવારમાં
વાંકાનેર: તાલુકાના જોધપર ગામે નાના બાળકોએ ઝઘડો કરેલ હોય જે વાતનો ખાર રાખી ઝાપટુ તથા માથાના ભાગે પાઇપનો એક ધા તથા ગેસની પાઇપનો એક ઘા મારવાની ઘટનાની ફરિયાદ થઇ છે…
જાણવા મળ્યા મુજબ વાંકાને૨ના જોધપર ગામના ભાવુબેન કિશનભાઇ સોલંકી (ઉ.વ.૩૪) એ ફરિયાદમાં લખાવેલ છે કે મારે સંતાનમા બે દિકરા અને બે દિકરોઓ છે. દીકરી શીવાની (ઉ.વ.૧૪), કૃપાલી (ઉ.વ.૦૯) અને સૌથી નાના દિકરા જયદેવ તથા જયદિપ જે બન્ને જુડવા છે અને મારા પતિ રિક્ષા ડ્રાઇવીંગ કરે છે. તા.૨૪/૦૪/૨૦૨૫ ના રોજ હુ ચોટીલા ખાતે મારા મોટાભાઈ જગદિશભાઈ બેડવાના ઘરે હતી, ત્યારે મને જોધપરથી ફારૂકભાઈ શેરશીયાના ફોનમાથી મારી દીકરી શીવાનીનો ફોન આવેલ અને વાત કરેલ કે ‘મને કાકા પ્રવીણભાઈ, ભાભુ મધુબેન તથા કાકી મીનાબેન મારે છે’ આથી ચોટીલાથી રીક્ષામા મેસરીયા ખાતે મારા પીતાજી વાલાભાઇનુ ખેતરે અને બાદ
હું તથા મારા પીતા વાલાભાઈ બન્ને જોધપર ગામ રીક્ષામા આવેલ અને ઝાંપા પાસે પી.સી.આર. આવી ગયેલ. મે મારી દીકરી શીવાનીને પુછતા તેણે મને વાત કરેલ કે “હુ, જયદિપ, જયદેવ તથા કૃપાલી એમ બધા છોકરા ચોકમાં રમતા હતા ત્યારે મારા કાકા પ્રવીણભાઈ રિક્ષા લઇને આવેલ અને મારી પાસે આવી મને કહેલ કે જયદેવ અને જયદિપ બન્નેએ માનવ સાથે કેમ ઝઘડો કરેલ? તેમ કહી મને કહેલ કે તારા મમ્મી કયા છે? તેમ પુછતા મે કહેલ કે ‘તે ઘરે નથી’ તેમ કહેતા મારા કાકા મને કહેલ કે ‘કેમ સરખો જવાબ આપતી નથી?’ તેમ કહી પકડી બે ઝાપટ મારી લીધેલ અને બાદ તેઓ રિક્ષા લઇને નીકળી ગયેલ અને થોડીવાર બાદ ફરી મારા કાકા પ્રવીણભાઇ રિક્ષા લઇને આવેલ અને તેમની સાથે મારા ભાભુ મધુબેન તથા મારા કાકી મીનાબેન આવેલ અને જયદિપ તથા જયદેવને વઢવા લાગી કહેલ કે
‘અહીંથી ભાગી જાવ’ તેમ કહી બાદ મારા કાકા પ્રવીણભાઇએ મને તેમની પાસે રહેલ પાઇપથી એક ધા માથામા જમણી બાજુ મારેલ તેમજ મારા ભાભુ મધુબેન તેમની પાસે રહેલ ગેસની પ્લાસ્ટીકની લાઈન જમણા હાથે મારી બાદ મારા ભાભુ મારા કાકી મીનાબેન બન્ને મને ઢીકાપાટુનો માર મારવા લાગેલ અને બાદ હુ ત્યાંથી ભાગી અને ફારૂકભાઇ શેરશીયાની દુકાને આવેલ અને મને ફોન કરેલ હોવાની વાત કરેલ અને મારી દિકરીને માર મારેલ હોય વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે અને પછી મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લાવેલ છું. પોલીસ ખાતાએ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે….