કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

કોટડાનાયાણીમાં ખેડૂતોને પડયા પર પાટુ

અરણીટીંબા, તીથવા, પીપળીયા રાજ, કલાવડીમાં પણ વરસાદ

કોટડાનાયાણીમાં વરસાદનું જોરદાર ઝાપટું, કપાસને નુકસાન

વાંકાનેર : સમગ્ર મોરબી જિલ્લામાં ભારે બફારા વચ્ચે આજે સાંજના છ વાગ્યાના અરસામાં વાંકાનેરના કોટડાનાયાણી નજીક જોરદાર વરસાદનું ઝાપટું પડ્યું હતું. જેના કારણે કપાસને નુકસાન થયું છે.

આ અંગે જયદીપસિંહ જાડેજા (97141 79007) જણાવે છે કે તેઓની વાડી કોટડાનાયાણીથી દોઢ કિમિ ઊગમણી દિશામાં આવેલ છે. ગઈ કાલે સાંજે 6 વાગ્યાના અરસામાં ઓચિંતો સતત 15 મિનિટ સુધી વરસાદ પડ્યો હતો. આ વરસાદ થોડાક જ વિસ્તારમાં વરસ્યો હતો. તેઓએ 50 મણ જેટલો કપાસ ઉતારી લીધો હતો. બાકીનો કપાસ હજુ ઉતારવાનું કામ ચાલી રહ્યું હતું. તેવામાં વરસાદને કારણે કપાસને નુકસાન થયું છે. તમામ કપાસના ફૂલ ખુલી ગયા છે.

વાંકાનેર શહેરથી પશ્ચિમ દિશામાં આવેલા તાલુકાના ગામડાઓમાં વરસાદ પડ્યો, તાલુકાના અરણીટીંબા, તીથવા, પીપળીયા રાજમાં વધતા-ઓછા પ્રમાણમાં વરસાદ પડ્યો, અરણીટીંબામાં અડધો ઇંચ વરસાદ પડ્યાના વાવડ છે. ત્યારે તાલુકાના કલાવડીથી કોટડા સુધી ભારે વરસાદ પડ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે. આ વિસ્તારમાં એક થી દોઢ ઇંચ વરસાદ પડ્યો તેવું લોકોનું કહેવું છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!