સજનપરમાં માતા-પિતાએ ઠપકો આપતા સગીરાએ ઝેરી દવા પીધી
વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામે રહેતી મહિલાએ માનસિક બીમારીથી કંટાળીને પોતે પોતાની જાતે ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને જોઈ તપાસીને ડોક્ટરે મૃત જાહેર કર્યા બાદ આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે…બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામે રહેતા રૂકમુદીન શેરસીયાના પત્ની અનીશાબેન શેરસિયા (40)એ પોતે પોતાની જાતે ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને સારવાર માટે વાકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને
મૃત જાહેર કર્યા બાદ આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વધુમાં આ અંગેની આગળની તપાસ કરી રહેલા મોમજીભાઈ ચૌહાણ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, મૃતક મહિલાને છેલ્લા છએક વર્ષથી માનસિક બીમારી હતી જેની દવા પણ ચાલી રહી હતી અને બીમારીથી કંટાળીને મહિલાએ આ પગલું ભર્યું છે તેવું મૃતક મહિલાના પરિવારજનો પાસેથી જાણવા મળ્યું છે. જેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે…
ટંકારા તાલુકાના સજનપર ગામની સીમમાં વાડીએ રહીને મજૂરી કામ કરતાં પરિવારની સગીરાને માતા પિતાએ ઘર કામ બાબતે ઠપકો આપેલ હતો જેથી તેને લાગી આવતા તેણે ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજયું છે જેથી આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે…
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના રહેવાસી અને હાલમાં ટંકારા તાલુકાના સજનપર ગામની સીમમાં મગનભાઈ જીવાણીની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા પપ્પુભાઈ કાલીયાભાઈ ડામોરની 16 વર્ષની દીકરી નિરાલીએ ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે પ્રથમ મોરબીમાં આવેલ મંગલમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે તેને રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી. જોકે સારવાર દરમિયાન તે સગીરાનું મોત નીપજયું હતું જેથી આ બનાવની રાજકોટની સરકારી હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અને આ બનાવની આગળની વધુ તપાસ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના એસ.બી. સીદીકી ચલાવી રહ્યા છે તેઓનો પાસેથી જાણવા મળેલ માહિતી મુજબ મૃતક સગીરાને તેના માતા પિતાએ ઘરકામ વખતે ઠપકો આપ્યો હતો જેથી તેને લાગી આવતા તેને પોતે પોતાની જાતે ઝેરી દવા પી લીધી હતી. અને તે સગીરાનું સારવાર દરમિયાન મોત નીપજયું છે…