મારામારીમાં ઈજા પહોંચી
વાંકાનેર તાલુકાના પલાંસડી ગામમાં કૌટુંબિક પ્રશ્ને કુટુંબી ભાઈઓ વચ્ચે અણબનાવ હોય જે બાબતનો ખાર રાખી બે ઇસમોએ લાકડી વડે માથામાં મારી તેમજ મુંઢ ઈજા કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
વાંકાનેરના પલાંસડી ગામના રહેવાસી મહેશભાઈ શામજીભાઈ પરમાર (ઉ.વ.૪૫) આરોપી સુરેશભાઈ દેવશીભાઈ પરમાર અને લલીતભાઈ દેવશીભાઈ પરમાર રહે. બંને પલાસડીવાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, જેમાં જણાવ્યું છે કે ગઈકાલે મોડી સાંજે વિક્રમભાઈની દુકાને વસ્તુ લેવા ગયા હોય ત્યારે કુટુંબી ભાઈઓ સુરેશભાઈ અને લલીતભાઈ બંને બાઈકમાં આવ્યા હતા અને કુટુંબી ભાઈઓ સાથે જુનો અણબનાવ હોય જે બાબતે બંને ભાઈઓએ ઝઘડો કરી લાકડી લઈને આવી માથામાં મારી હતી અને અને વાસામાં લાકડી વડે માર માર્યો હતો.
જે મારામારી દરમિયાન દેવશીભાઈનો પરિવાર જેમાં ચંપાબેન, દેવશીભાઈ અને અરૂણાબેન વગેરે આવીને વધુ મારથી છોડાવ્યા હતા.
જે મારામારીમાં ફરિયાદી મહેશભાઈ પરમારને ઇજા પહોંચતા સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડયા હતા. વાંકાનેર તાલુકા પોલીસે બંને આરોપી વિરુદ્ધ મારામારીની ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી રહી છે.