બાઈક આપવાની ના પાડતા નશાખોરે છરી ઝીંકી
રાજકોટ: વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામે દારૂ પીધેલ એક શખ્સે બાઇક નહીં આપતા છરી મારી દીધી છે, છરી મારનાર અને છરી જેને લાગેલ છે તે બંને સગા ભાઈઓ છે…


જાણવા મળ્યા મુજબ રાજાવડલા ગામે રહેતા અજય રાજેશભાઇ દલસાણીયા (ઉ.વ.૧૮) ઘરે હતો ત્યારે તેના મોટા ભાઇ લાલજી ઉર્ફે લાલાએ છરીથી હુમલો કરી ઘા ઝીંકી દેતાં તેમજ પાઇપથી પણ માર મારતાં વાંકાનેર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે…


અજય ત્રણ ભાઇ અને બે બહેનમાં નાનો છે અને ડ્રાઇવીંગ કરે છે. અજયએ કહ્યું હતું કે મોટો ભાઇ લાલો દારૂ પી ગયો હતો અને બાદમાં મારી પાસે મારુ બાઇક માંગ્યું હતું. પણ તે નશો કરેલો હોઇ મેં તેને બાઇક ન આપી તેમજ તેને પણ નશાની હાલતમાં વાહન ન હંકારાય તેમ સમજાવતાં ઉશ્કેરાઇ જઇ હુમલો કર્યો હતો. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ, મહેશભાઇ સહિતે વાંકાનેર સીટી પોલીસને જાણ કરી હતી…