મકાન બાંધકામનો સરસામાન સંયુક્તમા લીધેલ
ટંકારા: તાલુકાના લજાઈ ગામે રહેતા આધેડ તથા એક શખ્સે મકાન બાંધકામનો સરસામાન સંયુક્તમા લીધેલ હોય જેમાના બે લાકડાના પાટીયા આધેડે પરત માગતા આરોપીએ આધેડને ઢીકાપાટુનો મુંઢમાર મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે…

મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના લજાઈ ગામે રહેતા કિશોરભાઈ જીવાભાઈ ચાવડા (ઉ.વ.૪૫) એ તેમના જ ગામના આરોપી બાબુભાઈ મોહનભાઈ સારેસા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી તથા આરોપીએ મકાન બાંધકામનો સરસામાન 

સંયુક્તમા લીધેલ હોય જેમાના બે લાકડાના પાટીયા ફરીયાદીએ પાછા માંગતા આરોપીએ ફરીયાદીને ગાળો આપી ઢીકા પાટુનો મુંઢ મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
