વાંકાનેર તાલુકાના તરકીયા ગામે ખરાબાની જગ્યામાં ભેંસો ચરાવવા માટે ગયેલા ભત્રીજાને તથા તેના કાકાને એક શખ્સ દ્વારા આ ખરાબો મારો વાળેલ છે, તેવું કહીને લાકડી વડે મારવામાં આવ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. જેથી કરીને ભોગ બનેલા કાકાએ હાલમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

વાંકાનેર તાલુકાના તરકીયા ગામે રહેતા પ્રવીણભાઈ વીરાભાઇ ડાભી જાતે કોળી (૩૫)એ હાલમાં નાથાભાઈ વાઘજીભાઈ ગાંગડીયા રહે. તરકીયા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યુ છે કે, તરકીયા ગામની સીમમાં તેનો ભત્રીજો સંજય ભેંસો લઈને વાડીએ જતો હતો, ત્યારે રસ્તામાં ખરાબામાં ભેંસો ચરવા લાગી હતી; ત્યારે આરોપી નાથાભાઈએ ત્યાં આવીને આ ખરાબો મારો વાળેલ છે. તેવું કહીને

ઉશ્કેરાઈ જેને સંજયને લાકડી વડે માર મારી જેમ કાવે તેમ ગાળો આપી હતી. ત્યારબાદ કરિયાદી તેને સમજાવવા માટે ગયા હતા અને ત્યારે તેની સાથે પણ માથાકૂટ કરી બોલાચલી કરી માથામાં લાકડી મારી હતી અને જેમ કાવે તેમ ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી કરીને ભોગ બનેલા પ્રવીણભાઈ ડાભીએ ફરિયાદ નોંધાવતા પોલીસે નાથાભાઈ ગાંગડીયાની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી
લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ
