કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ટોળમાં યુવાનને જાતિ પ્રત્યે અપમાનિત કરાયો

ટંકારા : ટંકારા તાલુકાના ટોળ ગામના ચોરા પાસે બે શખ્સોએ એક યુવાનને જાતિ પ્રત્યે અપમાનિત કરી લાકડી વડે મારમારી ઈજાઓ પહોંચાડવામાં આવતા બન્ને વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ સહિતની કલમો મુજબ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટોળ ગામે રહેતા અને મજૂરી કામ કરતા પ્રકાશભાઇ રમેશભાઇ ચાવડાને તેમના જ ગામના આરોપી ગોપાલભાઇ હરિભાઇ ફાંગલીયા અને વજાભાઇ ગોવિંદભાઇ ફાંગલીયા ગામના ચોરા પાસે જાહેરમાં અપમાનિત કરી જાતિ પ્રત્યે હડધૂત કરતા ફરિયાદીએ એવું નહીં કરવા જણાવવા છતાં

બન્ને શખ્સોએ ગાળો આપી લાકડીઓ વડે વાસાના ભાગે તથા ડાબા પગમાં તથા માથાના ભાગે માર મારી શરીરે મુંઢ ઇજાઓ કરી હતી અને જતા જતા મારી નાખવાની ધમકી આપતા બનાવ અંગે ટંકારા પોલીસ મથકમાં બન્ને શખ્સો વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ સહિતની કલમો મુજબ ગુન્હો નોંધવામાં આવ્યો છે.

લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી

લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ

Content Copying Forbidden !!

error: Content is protected !!