રીક્ષા ચાલકના ભાઈએ નોંધાવી ફરિયાદ
વાંકાનેર: મોરબીના ભરતનગર ગામ પાસે રીક્ષાને આઇસર ચાલકે ટક્કર મારી હતી જેથી રિક્ષા પલટી મારી જતાં રીક્ષા ચાલક અને તેની પત્ની તેમજ ત્રણ સંતાનોને ઇજાઓ થઈ હતી જેમાં ચાલકના પત્નીને ગંભીર ઇજા થઇ હોવાથી તેનું મોત નીપજ્યું હતું…
મૂળ વાંકાનેર તાલુકાના ઠીકરીયાળા ગામના હરેશભાઇ હમીરભાઇ બેડવા (ઉ.46) એ અજાણ્યા આઇસર ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવેલ છે તેના મોરબીના ભરતનગર ગામ પાસે આવેલ મેગઝીન સિરામિક ખાતે રહેતા અને મજૂરી કામ કરતા
તેના ભાઈ જગદીશભાઈ હમીરભાઇ બેડવા (ઉ. 40), ભાભી શોભાબેન ઉર્ફે સેજલબેન જગદીશભાઈ બેડવા (ઉ.38) તેઓના સંતાન વૈદિક જગદીશભાઈ બેડવા (ઉ.7), રીતેન જગદીશભાઈ બેડવા (ઉ.11) અને વિશ્વા જગદીશભાઈ બેડવા (ઉ.5) રિક્ષામાં જતાં હતા ત્યારે અમરનગર ગામથી આગળ સંતક્રુપા હોટલ અને સર્વોદય હોટલ વચ્ચે રોડ પર અજાણ્યા આઇસર ચાલકે તેઓની રિક્ષાને હડફેટે લીધેલ હતી
જે બનાવમાં ફરિયાદના ભાઈ, ભાભી અને ભત્રીજાઓને ઇજાઓ થયેલ હતી જેમાં ફરિયાદીના ભાભી સેજલબેન જગદીશભાઈ બેડવાને ગંભીર ઈજા થઈ હોવાથી તેઓનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું. આ બનાવ સંદર્ભે ઇજાગ્રસ્તના ભાઈની ફરિયાદ લઈને અજાણ્યા આઇસર ચાલક સામે ગુનો નોંધીને તપાસ ફિરોઝભાઈ સુમારા ચલાવી રહ્યા છે…