વનખાતું યોગ્ય પગલાં ભરે તેવી લોકલાગણી
વાંકાનેર પંથકમાં હિંસક અને ચપળ વન્યપ્રાણી દીપડાએ ધામા નાંખ્યા છે અને ખાસ કરીને વીડ વિસ્તારમાં જુદા જુદા સ્થળે દેખાયાનું વિવિધ લોકો જણાવી રહ્યા છે ત્યારે ભયનો માહૌલ સર્જાયો છે. ગુજરાતમાં એશિયાટીક સિંહો આશરે ૬૦૦ છે ત્યારે દીપડાની વસ્તી રાજ્યમાં ચાલુ વર્ષમાં ૨૨૦૦ને પાર થઈ છે. જાલસિકા, ખીજડીયા બાદ મહીકા વિસ્તારમાં દેખાયાની ફરિયાદ મળી છે.
આજે સવારના મહિકાના વડપાટી વિસ્તારમાં નજરે પડયાની વાત ઈર્શાદ બાદી વગેરે.. કેટલાક ખેડૂતોએ કરી છે. ઉલ્લેખનીય છે કે દીપડાની વસ્તી ગત સાત વર્ષમાં ખૂબ ઝડપથી વધી છે, ૧૩૯૫ની સંખ્યા ૨૨૭૪ ઉપર પહોંચી છે. આ સામે તેને શિકાર માટે જોઈતો વિસ્તાર ટૂંકો પડી રહ્યો છે. તેના વિસ્તારોમાં પવનચક્કીઓ અને કારખાના ઉભા થઇ ગયા છે. વનખાતાને ગ્રામ્યજનો અને સરપંચ જાણ કરે છે, તો પૂછવામાં આવે છે કે કઈ નુકશાન? ત્યારે સવાલ એ થાય છે કે દીપડો નુકશાન કરે તો જ પકડવાનો હોય છે? વનખાતું હવે જાગે અને યોગ્ય પગલાં ભરે તેવી લોકલાગણી છે.