પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો: સારવાર માટે મોરબી હોસ્પિટલમાં
વાંકાનેર તાલુકાના ચિત્રાખડા ગામે રહેતી મહિલાએ ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા છે અને તે બેભાન હાલતમાં હોય આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી, મહિલાએ કયા કારણોસર આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરેલ છે.
બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેર તાલુકાના ચિત્રાખડે ગામે રહેતા ભાનુબેન પ્રવીણભાઈ ડાભી (૨૮) નામની મહિલાએ પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો, જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલમાં લઈને આવ્યા હતા. મહિલા બેભાન હાલતમાં સારવાર હેઠળ હોય આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી હતી. આ ગળાફાંસો ખાવાના બનાવની આગળની વધુ તપાસ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના એચ.એમ. ચાવડા ચલાવી રહ્યા છે.