પેડક સોસાયટી નાગાબાવા મંદિર પાસે અને જીનપરા સાત નાલા પાસે દરોડો
વાંકાનેર: પહેલા દરોડામાં પેડક સોસાયટી નાગાબાવા મંદિર પાસે જુગાર રમતા છ જણાને પોલીસ ખાતાએ પકડયા છે, આ આરોપીઓ
ગેરકાયદેસર રીતે જાહેરમાં ગંજીપતાના પાનાવતી પૈસાની લેતી દેતી કરી તીન પતીનો હારજીતને જુગાર રમતા રોકડા રૂ.૫૪૬૦/- સાથે
મળી આવતા ગુન્હો જુગાર ધારા કલમ-૧૨ મુજબ નોંધી પોલીસ ખાતાએ આગળની કાર્યવાહી કરેલ છે. બધા આરોપીઓ પેડક સોસાયટી
સામે પુલના છેડે રહે છે, આરોપીઓમાં નામ આ મુજબ છે….(1) દિપકભાઈ ચતુરભાઈ વિકાણી (ઉ.વ. 28) (2) અજયભાઈ ચંદુભાઈ વિકાણી (ઉ.વ. 26)
(3) મનહરભાઈ ચંદુભાઈ વિકાણી (4) જગદિશભાઈ નિતેશભાઈ વિકાણી (ઉ.વ.21) (5) મહેશભાઈ ચતુરભાઈ વિકાણી (ઉ.વ. 35) અને (6) પંકજભાઈ ચંદુભાઈ વિકાણી (ઉ.વ. 25)
બીજો દરોડો વાંકાનેર જીનપરા સાતનાલા પાસે પાડી રોકડા રૂ.૩૩૧૦/- સાથે ત્રણ આરોપીઓને પકડયા છે. આરોપીઓમાં નામ આ મુજબ છે…. (1) સુનીલભાઈ રમેશભાઈ રાણેવાડીયા (ઉ.વ.20) રહે. જીનપરા શેરી નં 12, (2) રમેશભાઈ રામજીભાઈ ડાભી (ઉ.વ.37) રહે. જીનપરા શેરી નં 12 અને (3) તસ્લીમભાઈ અયુબભાઈ શેખ (ઉ.વ.28) રહે.વાંકાનેર રાજાવડલા રોડ.
છરી સાથે પકડાયા:
હસનપર શક્તિપરામાં રહેતા અઝીઝભાઈ ઉર્ફે ટકો નીઝામભાઇ સરવદી પાસેથી છરી મળી આવતા કાર્યવાહી…