ઊંચાઈ ઉપરથી પડી જતા યુવાન સારવારમાં
વાંકાનેર: ઢુવા ગામ પાસે માટેલ રોડ ઉપર આવેલ સીરામીક કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા પરિવારના મહિલાને મારામારીમાં ઇજા થતા હોસ્પિટલમાં દાખલ થયા છે.
જાણવા મળ્યા મુજબ માટેલ રોડ ઉપર આવેલ સીરામીક કારખાનામાં રહેતા પ્રિયંકાબેન સોનુભાઈ સિલાવટ નામની ૨૮ વર્ષીય મહિલાને
ત્યાં આવેલ ભોલે હોટલ નજીક મારામારીના બનાવમાં ઈજાઓ પહોંચતા તેણીને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પીટલએ લઇ જવામાં આવી હતી. મૂળ મધ્યપ્રદેશના અને હાલ મોરબીના માટેલ રોડે આવેલ કારખાનામાં રહીને મજૂરી કામ કરતા
પ્રિયંકાબેનને મારામારીમાં ઈજા થઈ હોય મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ પટેલ દ્વારા આ બાબતે પ્રાથમિક તપાસ કરીને આગળની તપાસ માટે વાંકાનેર તાલુકા પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી.
ઊંચાઈ ઉપરથી પડી જતા યુવાન સારવારમાં
સરતાનપર રોડ ઉપર ઉદય એલએલપી નામના કારખાનામાં રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો જીતેન્દ્રસિંગ સૂર્યનયનસિંગ (૩૬) નામનો યુવાન કામગીરી કરી રહ્યો હતો ત્યારે કારખાનામાં ૨૦ ફૂટની ઊંચાઈ ઉપરથી નીચે પડી જતા તેને ઇજાઓ થઈ હતી જેથી
તેને સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી હતી અને પ્રાથમિક તપાસ વિપુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલ છે
પોલીસ સ્ટેશનેથી
દારૂ સાથે:
(1) મોટા ભોજપરાના અરવિંદ ઉર્ફે ભૂરો જેઠાભાઇ વિંઝવાડિયા (2) વઘાસિયાના શિવરાજસિંહ સહદેવસિંહ ઝાલા અને (3) ભલગામના અનક રાવતભાઈ ધાંધલ સામે દેશી દારૂ બાબતે પોલીસ ખાતાની કાર્યવાહી
ટ્રાફિક નિયમના ભંગ:
(1) ઘીયાવડના નવઘણ મનસુખભાઇ જમોડ અને (2) ખીજડિયાના રાહુલ મેરાભાઈ ફાંગલીયા સામે ટ્રાફિક નિયમના ભંગ સબબ કાર્યવાહી
પીધેલ:
હસનપર જાલી રોડ પર સંપ પાસે રહેતા વિશાલ ખીમજીભાઈ પરમાર પીધેલ પકડાયા….