છરી સાથે મળી આવતા: સિઝનનો કુલ વરસાદ સાડી ચુમાંલીસ ઇંચ
વાંકાનેર હાઇવે જાંબુડીયા ગામેથી રફાળેશ્વર બાજુ જઈ રહેલ લેતીનભાઇ રાજારામભાઈ વર્મા (ઉમર 41) રહે. જાંબુડિયા વાળાનું બાઈક જાંબુડીયા પાવર હાઉસ પાસે સ્લીપ થઈ જતા તેને ઈજા થતાં મોરબી ખાનગી હોસ્પિટલ સારવારમાં ખસેડાયો હતો. બીજા બનાવમાં
વાંકાનેર- મોરબી હાઈવે માટેલ રોડ ઉપર સેપલ સીરામીકમાં રહેતા દિલીપભાઈ શ્યામભાઈ કેરા નામનો 24 વર્ષનો યુવાન મકનસર ગામ પાસે હતો. ત્યાં અકસ્માતમાં ઇજા થતા સારવારમાં મોરબી સિવિલે લઇ જવાયો હતો.


છરી સાથે મળી આવતા:
લુણસરના રવીરાજસિંહ સહદેવસિંહ ઝાલા (36) પોતાના કબ્જામા હથીયાર તરીકે ઉપયોગમાં લઇ શકાય તેવી એક હાથાવાળી છરી સાથે રાખી જાહેરમાં મળી આવી મહે. જીલ્લા મેજી.સા.મોરબીના હથીયારબંધી જાહેરનામા ક્રમાંકના, જે/એમ.એ.જી/જા.નામુ.૩૭(૧)/જા. નામુ/વશી-૨૭૦૯(૧)/૨૦૨૪ તા. ૦૧/૧૦/૨૦૨૪ ના હુકમનો ભંગ કરતા ગુન્હો:-જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ નોંધાયો છે.
સિઝનનો કુલ વરસાદ સાડી ચુમાંલીસ ઇંચ
વાંકાનેર તાલુકામાં છેલ્લે પોણા બે ઈચ વરસાદ પડતા સિઝનનો કુલ વરસાદ 1113 એમએમ (સાડી ચુમાંલીસ ઇંચ) સરકારી ચોપડે નોંધાયેલ છે. જે 2015 થી 2024 વચ્ચે 2020 માં 1083 પડેલા વરસાદને વટાવી ગયો છે. વાંકાનેર શહેરમાં હાલ સવારના ધુમ્મસ છવાઈ જાય છે…
અમે કોઈને કમલ સુવાસ ન્યુઝમાં એડ કરતા નથી માટે કોઈએ પોતાના કે બીજાના મોબાઈલ નંબર મોકલી એડ કરવાનું કહેવું નહીં, પણ તેમને અમારી લિન્ક મોકલી એડ થવાનું જણાવવું. એડ થવાની પ્રોસિજર નીચે મુજબ છે…
