વાંકાનેરના નવાપરા વિસ્તારમાં રહેતા એક વૃદ્ધાને મારામારીમાં ઇજા થવાનો બનાવ બન્યો હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી મુજબ હંસાબેન બલુભાઈ ભોજવીયા નામના ૫૦ વર્ષના વૃદ્ધાને ઘર પાસે થયેલ મારામારીના બનાવમાં ઇજા થતાં સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. બનાવને પગલે હોસ્પિટલ તરફથી જાણ કરાતા એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ પ્રાથમિક તપાસ કરી હતી. બનાવ બનવાનું કારણ અને આરોપીનું નામ જાણવા મળેલ નથી.