ઓટાળામાં ખેતરના હલણ પ્રશ્ને ખેડૂત પરિવાર ઉપર હુમલો
ટંકારા તાલુકાના મોટા ખીજડીયા ગામે મહેશભાઈ નરસિંહભાઈ કાસુન્દ્રાની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા રાજન લંગરસિંગ ગાડરીયા (20) નામના યુવાને વાડીએ હતો ત્યારે ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે મોરબીમાં આવેલ ખાનગી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પ્રથમ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ વિપુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી જોકે આ બનાવ ટંકારા તાલુકા પોલીસની હદમાં બનેલ છે જેથી ત્યાં બનાવની જાણ કરી છે.
ઓટાળામાં ખેતરના હલણ પ્રશ્ને ખેડૂત પરિવાર ઉપર હુમલો
ટંકારા : ટંકારા તાલુકાના ઓટાળા ગામે ખેતરના હલણના પ્રશ્ને માથાભારે શખ્શે 15 શખ્સો સાથે મળી બાજુમાં જ જમીન ધરાવતા એક જ પરિવારના 4 સભ્યો ઉપર ધોકા-પાઇપ વડે હુંમલો કરી ઈજાઓ પહોંચાડતા ઇજાગ્રસ્તોને પ્રથમ ટંકારા બાદ વધુ સારવાર માટે મોરબી ખસેડવામાં આવ્યા હતા.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના ઓટાળા ગામે રહેતા નરભેરામભાઇ છગનભાઇ ઘોડાસરા, નિકુંજભાઈ નરભેરામભાઇ ઘોડાસરા, કાનજીભાઈ છગનભાઇ ઘોડાસરા અને વિશાલભાઈ કાનજીભાઈ ઘોડાસરાને આરોપી રોહિતભાઈ ભરવાડ નામના શખ્સે અન્ય અજાણ્યા 15 જેટલા શખ્સો સાથે એક સંપ કરી ખેતરના હલણના પ્રશ્ને ધોકા-પાઇપ સહિતના હથિયારો વડે હુમલો
કરી ઈજાઓ પહોંચાડતા ચારેય ઇજાગ્રસ્તોને પ્રથમ ટંકારા બાદ વધુ સારવાર માટે મોરબી ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે, વધુમાં આરોપી રોહિતે ઇજાગ્રસ્તોનાં કુટુંબીજનની જમીન વેચાતી લીધા બાદ રસ્તે ચાલવાની માથાકૂટ કરતો હોવાનું અને આરોપી ટંકારા તાલુકાના ગામનો સરપંચ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.હાલમાં બનાવ અંગે ટંકારા પોલીસે એમએલસી નોંધી છે અને વધુ તપાસ આઈ.ટી.જામ ચલાવી રહ્યા છે.