કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

નાના ખીજડીયા ગામે ચાર ઇસમોએ માર માર્યો

નેકનામ નજીક બે કારખાના દ્વારા પાણી ચોરીની ફરિયાદ

ટંકારા: નાના ખીજડીયા ગામે કોર્ટ કેસ કરેલ હોય જેનો ચુકાદો આધેડની તરફેણમાં આવે તેમ હોય જેનો ખાર રાખીને ચાર ઇસમોએ આધેડને માર મારી ધમકીઓ આપી ઘર પર છુટા પથ્થર ઘા મારી બહાર પડેલ કારના કાચ તોડી નુકશાન કર્યાની ફરિયાદ નોંધાવી છે…
નાના ખીજડીયા ગામે રહેતા ફિરોજ હુશેન આગરીયા (ઉ.વ.૪૧) આરોપીઓ નુરમહમદ ભુરાભાઈ આગરીયા, સિરાજ નુરમહમદ આગરીયા રહે બંને રાજકોટ બજરંગ વાડી તેમજ રમઝાન ઉર્ફે વાલો હારૂન ઉઠામણા અને બિલાલ દિલાવર ઉઠામણા રહે બંને રાજકોટ દુધની ડેરી પાસે હૈદરી ચોક એમ ચાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે આરોપી નુરમહમદ પાસે ફરિયાદી ફિરોજની જમીન હોય જે

જમીન ફરિયાદી અને તેના પરિવારના સભ્યો પરત માંગતા આરોપી નુરમહમદ અને સિરાજે ફિરોજભાઈ વિરુદ્ધ કોર્ટમાં સિવિલ મેટર દાખલ કરેલ છે અને કોર્ટનો ચુકાદો ફિરોજભાઈ તરફ આવે તેમ હોય જેથી ફરિયાદીને જમીન પોતાના નામે કરી આપવા કહી આરોપી રમઝાન અને બિલાલ અવારનવાર રૂબરો તેમજ ફોન પર ગાળો આપી મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ આરોપીઓએ ફિરોજભાઈના ઘર પર છુટા પથ્થરના ઘા મારી ઘરના કાચ તેમજ ઘર બહાર પડેલ કારના કાચ તોડી નુકશાન કર્યું હતું ટંકારા પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે

નેકનામ નજીક બે કારખાના દ્વારા પાણી ચોરીની ફરિયાદ

ટંકારાના જબલપુર ગામના રહેવાસી ચિરાગભાઈ પ્રભુભાઈ કામરીયા નામના કોન્ટ્રાકટર દ્વારા આરોપી શુભ એન્ટરપ્રાઈઝ કારખાના અને એડન પોલીપેક કારખાનાના જવાબદાર વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ટંકારા જૂથ યોજ્નાની બેડીથી જોધપર (ઝાલા) જતી ૨૦૦ એમએમ પીવીસીની પાણીની પાઈપલાઈનની મરામત નિભાવણી કામગીરી શ્યામ કન્સ્ટ્રકશન હસ્તક હોય

બાઉન્ડ્રી પાસે અકસ્માતમાં અજાણ્યા પ્રૌઢનું મોત

જેમાં શુભ એન્ટરપ્રાઈઝ અને એડન પોલીપેક કારખાનાના જવાબદાર વ્યક્તિઓ દ્વારા પીવાના પાણીની લાઈનમાં ગેરકાયદે ભંગાણ કરી પાણી ચોરી/બગાડ કર્યો હતો. ટંકારા પોલીસે ગુજરાત ઘર વપરાશ પાણી પુરવઠા (સંરક્ષણ) અધિનિયમ ૨૦૧૯ ની કલમ ૧૦ (૧)(૧) તથા ૧૧ (૬) તથા સાર્વજનિક મિલકતોને નુકશાન અટકાવવાનો અધિનિયમ કલમ ૩ અને આઈપીસી કલમ ૪૩૦ મુજબ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!