મસ્તીમાં માટેલ રોડે સિરામિક કારખાનામાં એર કમ્પ્રેસરથી હવા ભરવી ભારે પડી
વાંકાનેર તાલુકાની હદમાં માટેલ રોડ ઉપર આવેલ સિરામિક કારખાનામાં કામગીરી પૂરી કરીને યુવાન પોતાના લેબર કવાર્ટર તરફ જઈ રહ્યો હતો ત્યારે યુવાન કપડા અને શરીર ઉપર ચોટેલ માટી એર કમ્પ્રેસરની નળીથી ઉડાવી રહ્યો હતો ત્યારે તેના મિત્રએ મસ્તીમાં ગુદાના ભાગે એર કમ્પ્રેસરની નળી યુવાનને મૂકી દીધી હતી જેથી યુવાનના શરીરમાં હવા ભરાઈ જવાથી તેને તાત્કાલિક સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ છે અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ બિહારનો રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાની હદમાં માટેલ રોડ ઉપર આવેલ રેડ સ્ટોન કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો બબલુ હરીહર પુઈયા (૪૦) કારખાનામાં ગઈકાલે રાત્રિના આઠેક વાગ્યાના સમયે પોતાની કામગીરી પૂરી કરીને પોતાની ઓરડી તરફ જઈ રહ્યો હતો ત્યારે શરીર અને કપડા ઉપર ચોંટેલી માટી એર કમ્પ્રેસરની નળીથી ઉડાવી રહ્યો હતો દરમિયાન ત્યાં તેની સાથે કામ કરતા તેના મિત્ર કનૈયા ભુરીયાએ એર કમ્પ્રેસરની નળી બબલુને ગુદાનાં ભાગે મૂકી દીધી હતી જેથી કરીને તેને શરીરમાં હવા ભરાઈ જવાના કારણે તે યુવાને તાત્કાલિક સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવા માટે કવાયત કરવામાં આવી છે વધુમાં જાણવા મળતી માહિતી મુજબ બબલુ છેલ્લા બે મહિનાથી ત્યાં કારખાનામાં કામગીરી કરવા માટે આવેલ છે અને તેને સંતાનમાં ત્રણ દીકરા અને બે દીકરી છે…