વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ સિરામિક કારખાનામાં કામગીરી દરમિયાન યુવાનનો હાથ કન્વેનિયર બેલ્ટમાં આવી ગયો હતો જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પ્રથમ મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરી હતી ત્યાર બાદ વાંકાનેર તાલુકા પોલીસને આ બનાવની જાણ કરવામાં આવી છે…
બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના સરતનપર રોડ ઉપર આવેલ કાસા સિરામિકના લેબર કવાર્ટરમાં રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો આધ્યભાન સોર નામનો યુવાન
યુનિટમાં કામગીરી કરી રહ્યો હતો ત્યારે કામગીરી દરમિયાન મશીનના બેલ્ટમાં તેનો હાથ આવી જવાના કારણે તેને ઇજા થઈ હતી જેથી સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ
આ બનાવની હોસ્પિટલ મારફતે પ્રથમ બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી અને આ બનાવ વાંકાનેર તાલુકા પોલીસની હદનો હોય ત્યાં આ બનાવની જાણ કરવામાં આવી છે.