કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

વાંકાનેરમાં જાનહાનિ ટળી છતના પોપડાં ખર્યા

પાલિકાએ મકાન માલિકને નોટિસ ફટકારી

ઘરના બીજા માળની છતના પોપડાં ખરવા સાથે શોર્ટ સર્કિટ થવા લાગ્યો

વાંકાનેરમાં વાવાઝોડામાં મકાનના બીજા માળની છતના પોપડા ખરી પડયા હતા અને તેના પગલે ઘરમાં શોર્ટ સર્કિટ થવા લાગતાં ઘરના સભ્યો તરત બહાર નીકળી ગયા હતા અને વીજ પ્રવાહ બંધ કરી દીધો હતો, જેના પગલે જાનહાનિ ટળી હતી. ​​​​​વાંકાનેર શહેરમાં માર્કેટ ચોક નજીક સંઘવી શેરીમાં બે માળના મકાનમાં ઉપરના માળે છતના પોપડા ખરી પડયા હતા અને તેને કારણે ઘરમાં શોર્ટ સર્કિટની ઘટના બની હતી.

પાલિકાએ હવે નોટિસ ફટકારી કે તમારું મકાન જર્જરિત છે, ઉતરાવી લેશો! મકાનને નુકસાની અંગે જાણ કરવામાં આવતા જ પાલિકા તંત્ર કલાકોમાં જ હરકતમાં આવી ગયું હતું અને મકાન માલિકને સામી નોટિસ ફટકારી હતી. નોટીસમાં જણાવ્યું હતું કે ‘તમારું મકાન ભયજનક છે. ચોમાસામાં આસપાસની મિલકતને તેમજ જાનમાલને નુકસાની થવાની શક્યતા રહેલી છે,

તેથી જેથી ઉપરોક્ત મિલકતનો ભય ભરેલો ભાગ દિવસ બેમાં ઉતરાવી લેશો. જો તેમ કરવામાં કસુર કરવામાં આવશે. તો ઉપસ્થિત થતી તમામ જવાબદારી તમારી પોતાની થશે. દિવસ ૨ માં જો મકાન ઉતારવામાં નહિ આવે તો પાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવશે’ આ નોટિસથી મકાન માલિકને પડયા પર પાટું જેવી હાલત થઈ છે.

આ બાબતે પાલિકાના એન્જિનિયર મહેશભાઈએ જણાાવ્યું હતું કે પરિસ્થિતિ થાળે પડી ગયા બાદ અમે ઘટનાસ્થળની મુલાકાત લઈશું અને જે જરૂરી હશે તે તમામ કાર્યવાહી કરવામાં આવશે.

દીપુભાઈએ એવો આક્ષેપ કર્યો હતો કે અમે નુકસાનીના વળતર મુદે કહ્યું તો એવો જવાબ મળ્યો કે નુકસાની અંગેનો અહેવાલ કરી દેવામાં આવ્યો છે, ત્યારે સવાલ એ થાય કે પવન તા. 16 નાં રોજ ફૂંકાયો હતો, જેને કારણે મકાનના અમુક ભાગ તૂટી પડયા હતા. આમ માલિકને નુકસાની સામે વળતર મળવાનું દૂર રહ્યું; પરંતુ પાલિકા તંત્ર દ્વારા દાઝયા ઉપર ડામ દેવામાં આવ્યો છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!