વાંકાનેર: ગેલેક્સી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આજ રોજ તથા શ્રી એ. એન. બાદી કોમ્પ્યુટર ક્લાસીસ શ્રીમતી એચ.એ.બાદી શિવણ ક્લાસીસ – ગેલેક્સી મલ્ટિ સ્પેશીયાલીટી હોસ્પિટલ ગુલશન પાર્ક રાહત દરે શરૂ કરવામાં આવેલ.






આ તકે ઉદ્ઘાટક બસીર બાપુ, ગેલેક્સી સોસાયટી ના MD/ફાઉન્ડર અબ્દુલરહીમ હાજીસાહેબ, ચેરમેન હલુબેન બાદી, વા.ચેરમેન ચૌધરી સાહેબ, ડિરેક્ટર – યુ.એ.કડીવાર સાહેબ, રસુલભાઈ લેબોરેટરી, પરાસરા સાહેબ, માથકીયા સાહેબ, લિયાકતભાઈ બાદી, ડો.નુસરત બાદી, નજુભાઈ બાદી, સરફરાજભાઈ આંબલીયા તેમજ મોટી સંખ્યામાં મહેમાનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિ રહેલ સમયને અનુરૂપ કોમ્પ્યુટર તેમજ સીવણ ક્લાસના મહત્વ વિશે ચૌધરી સાહેબ વિગતે વિદ્યાર્થીઓને સમજણ આપી વધુમાં વધુ લાભ લેવા અપિલ કરેલ, અને યુ.એ. કડીવાર સાહેબે આભાર વિધિ કરેલ – ગેલેક્સી સ્કૂલ ચંદ્રપુર ના પ્રિન્સિપાલ આંબલીયા સાહેબે કાર્યક્રમનુ સંચાલન કરેલ.

એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો

