વાંકાનેર: અહીંનાં નાગરિકોને ડાયાલિસીસ અને બ્લડ મેળવવા માટે મોરબી તથા રાજકોટનાં ધકકા થતાં હતા જેના નિવારણ રૂપે નાગરિકોની સુવિધા અને સુખાકારીમાં વધારો કરવાની નેમ સાથે 

વાંકાનેરની વિલિંગ્ડન હોસ્પિટલના (સિવિલ હોસ્પિટલ) માં નવા ડાયાલિસીસ રૂમ અને 4 ડાયાલિસીસ મશીન, 250 બોટલ રકતને સાચવી શકે એવી ક્ષમતાવાળું બ્લડ સ્ટોરેજ યુનિટનું લોકાર્પણ રાજયસભા સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા દ્વારા કરવામાં આવ્યું હતું…

નવા આધુનિક મશીન અને ટેકનોલોજીથી મદદથી હેલ્થ સેકટર અપગ્રેડ થઈ રહ્યું છે. આ કાર્યમાં પ્રાંત અધિકારી, મામલતદાર, પ્રમોદભાઈ પટેલ સહિત ભાજપ કાર્યકરો અને હોદેદારો હાજર રહ્યાં હતાં…