કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગેલેકસી મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલનું ઉદ્દઘાટન

ગેલેકસી ગ્રુપની વધુ એક કલગી

વાંકાનેર: આરોગ્ય ક્ષેત્રે વાંકાનેરમાં નવી એક સુવિધાનું સેન્ટર આજુબાજુના વિસ્તારને મળવા જઈ રહ્યું છે. નેશનલ હાઇવે ગુલશન પાર્કના મેઈન રોડ પર ગેલેકસી મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલના નામથી આ હોસ્પિટલનું ઉદ્દઘાટન કરવામાં આવનાર છે.
ભારતમાં 1 જુલાઇ ને ડોકટર્સ ડે એટલે ઉજવવામા આવે છે કારણ કે આ દિવસે ભારતના પ્રખ્યાત ડોકટર બિધાનચંદ્ર રોયનો જન્મ થયો હતો. એમના બીજા દિવસે એટલે કે બીજી જુલાઈ અને રવિવારના આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ હોસ્પિટલમાં હાલ (1) ડો. રોઝમીન શેરસીયા (M.B.D.G.O) જે સ્ત્રી રોગ અને પ્રસુતિનાં નિષ્ણાંત છે અને (2) ડો.અશરફ શેરસીયા (M.B.D.C.H.) જે બાળ રોગ તથા નવજાત શિશુ નિષ્ણાંત છે, તેમની સેવા મળશે. સંચાલકો તરફથી મળેલ માહિતી મુજબ આ હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ નીચે મુજબ રહેશે.
(1) 24 × 7 કલાક ઈમરજન્સી સારવાર (2) આધુનિક સોનોગ્રાફી મશીન (3) લેબોરેટરીની સુવિધા (4) નિઃસંતાન યુગલો માટે તપાસ અને સારવાર (5) દુરબીનથી ઓપરેશનની સુવિધા (6) સ્પેશ્યલ રૂમ, સેમી સ્પેશ્યલ રૂમ અને જનરલ રૂમની સુવિધા.
ઉપરાંત બાળરોગ વિભાગમાં (1) ૦ થી ૧૮ વર્ષના બાળકોની તપાસ, નિદાન અને સારવાર – સંપૂર્ણ રસીકરણ કેન્દ્ર (2) ઓછા મહિને જન્મેલા તથા ઓછા વજનવાળા નવજાત શિશુની સારવાર (3) નવજાત શિશુને કમળા માટે ફોટો થેરાપી N.I.C.U., (4) મેલેરીયા, ટાઈફોઈડ, ડેન્ગ્યુ, ફ્લુ વગેરે રોગોની સારવાર (5) શરદી-ઉધરસ, એલર્જી, ન્યુમોનિયા, શ્વાસ વગેરે રોગોની સારવાર પેટની તકલીફો-કરમીયા, ઝાડા, ઉલ્ટી, કમળો, મરડા, કબજીયાત વગેરે રોગોની સારવાર
ઉલ્લેખનીય છે કે વાંકાનેર વિસ્તારમાં ગેલેક્સી ગ્રુપથી પ્રખ્યાત ગેલેક્સી બેન્કવાળા અબ્દુલભાઈના સુપુત્ર લિયાકતભાઈહોસ્પિટલના સંચાલક છે. હાલ વાંકાનેર પ્રતાપ રોડ પર આવેલ ફૈઝ ડેન્ટલ ક્લિનિક હવેથી અહીં કાર્યરત થશે.

Content Copying Forbidden !!

error: Content is protected !!