વાંકાનેરમાં ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ દ્વારા રૂ. 422.76 લાખના ખર્ચે આત્યાધુનિક અને સુવિધાસભર એસ.ટી બસ સ્ટેશનનું નિર્માણ કરવામાં આવેલ છે જેનું આજે સ્થાનિક આગેવાનોની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ લોકાર્પણમાં વાંકાનેર શહેર,તાલુકાના આગેવાનો, લોકો અને એસ.ટી વિભાગના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ નવું બસ સ્ટેન્ડ ઘણા સમયથી બનીને તૈયાર હતું પણ લોકાર્પણ ન થવાના કારણે લોકોને ભારે અગવડતા પડી રહી હતી. આખરે તંત્રને લાંબા સમયે રોકાણ કરવાનો મુરત નીકળ્યું છે. આજે વાંકાનેર વિસ્તારના નાગરિકોની સુવિધા માટે ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ દ્વારા મોર્ડન ઇન્ટીરીયર ડિઝાઇન સાથે પીઓપી, ઓનલાઈન રિઝર્વેશન, વિદ્યાર્થી પાસ, પૂછપરછ, દિવ્યાંગો માટે બેસવાની તેમજ યુરીનલ માટે અલગથી વ્યવસ્થા, બેબી ફીડીંગ રૂમ, વેઇટીંગ એરિયા, મહિલા સ્ટાફ રેસ્ટ રૂમ સહિતની સુવિધાઓ સાથે નિર્મિત નવા એસ.ટી. બસ સ્ટેન્ડનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.