કાલે જુમ્માની નમાઝના સમયે આ મસ્જીદે રઝાનું ઉદ્ઘાટન થશે
વાંકાનેર: વાંકાનેર ભાટીયા સોસાયટી કેજીએનનગરમાં નવી મસ્જીદ બનતા આ નવી મસ્જીદ મસ્જીદે રઝાના ઉદ્ઘાટન પ્રસંગે આજે સાંજે ન્યાઝ અને રાત્રે તકરીરનો પ્રોગ્રામ રખાયેલ છે.
જ્યારે આવતીકાલે મસ્જીદે રઝાના ઉદ્ઘાટન પ્રસંગે જામનગરના સલીમબાપુ સૈયદ કાદરી તથા વાંકાનેરના મુસ્તાક બાપુ, સીકંદર બાપુ, સૈયદ કાદરી તથા બશીર બાપુ સહિત આલીમે દિનના વડાઓના હસ્તે આવતીકાલે શુક્રવારે જુમ્માની નમાઝના સમયે આ મસ્જીદે રઝાનું ઉદ્ઘાટન થશે.
તેમ એક યાદીમાં હાજી હનીફભાઇ ઈસ્માઇલ તથા મૌલાના શાકીર રઝા એ જણાવેલ છે. આ પ્રસંગે મદ્રસા-એ-ગૌષે સમદાનીના મૌલાના મો. અમીન તથા મદ્રસાના આયોજકો હાજર રહેશે.