વાંકાનેર: પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખોખડદડ (તા: રાજકોટ) ના આયુષ્યમાન આરોગ્ય મંદિર ગૌરીદડના નવનિર્માણ બિલ્ડીંગનું કામ ધારાસભ્યશ્રી જીતુભાઈ સોમાણી તથા રાજકોટ જિલ્લા પંચાયત સભ્ય પ્રતિનિધિ રાજાભાઈ ચાવડા (108)ના અથાગ પ્રયત્નોથી મંજૂર
કરવામાં આવેલ હતું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખોખડદડના આયુષ્યમાન આરોગ્ય મંદિર ગૌરીદડના નવનિર્માણ બિલ્ડીંગના લોકાર્પણ ધારાસભ્યશ્રી જીતુભાઈ સોમાણી તથા રાજકોટ જિલ્લા પંચાયત સભ્ય પ્રતિનિધિ રાજાભાઈ ચાવડા (108) ના વરદ હસ્તે કરવામાં આવેલ છે.
આ લોકાર્પણ પ્રસંગે ધારાસભ્ય શ્રી જીતુભાઈ સોમાણી, રાજાભાઈ ચાવડા (108), રાજકોટ તાલુકા પંચાયતના સભ્ય ભાવનાબેન કાકડિયા, ગૌરીદડ ગામના સરપંચ શ્રી મનીષભાઈ અજાણી, ઉપસરપંચ ભરતભાઈ અજાણી અને આગેવાન અમિતભાઈ ચાવડા, રાજકોટ તાલુકા ભાજપા બક્ષિપંચ મોરચાના મહામંત્રી ધનરાજભાઈ ડોડીયા, 
સુરેશભાઈ મકવાણા, જીતુભાઈ દાફડા, અજિતભાઈ બારોટ, પ્રવીણભાઈ મેઘાણી, મયુરભાઈ મેઘાણી, વસંતભાઈ અજાણી, તલાટી કમ મંત્રી અનિલભાઈ ડાંગર, ગૌતમભાઈ ગજેરા, નરેશભાઈ, ઉમેશભાઈ વેકરીયા અન્ય પદાધીકારીશ્રીઓ તેમજ PHC ના મેડિકલ ઓફિસર હેતલબેન નકુમ, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર-અક્ષસીતાબેન કપૂરીયા, PHC સુપરવાઇઝર- શ્રી વિશાલભાઈ રાઠોડ, 
તાલુકા સુપરવાઈઝર – શ્રી વિપુલભાઈ કાકડિયા, MPHW- જીતુભાઈ વેકરીયા, FHW- ઉષાબેન પરમાર, તથા આશા બહેન તેમજ ગ્રામજનોની હાજરીમાં વિધીવતરીતે ધારાસભ્યશ્રી જીતુ ભાઈ સોમાણી દ્વારા ઉદ્ઘાટન કરેલ અને અધિકારીઓ અને પદાધિકારીઓએ સરકારની અલગ અલગ યોજનાનો લાભ લેવા માટે આહવાહન કરેલ. આ પ્રસંગને યાદગાર બનાવનાર તમામ મેહમાનો અને ગ્રામજનોનો આભાર માનવામાં આવેલ…




