ઇલે. મોટરને પલળતી બચાવવા પ્લાસ્ટીક ઢાંકતો હતો
વાંકાનેર: વાંકાનેર પોલીસની હદમાં આવેલા બામણબોર નજીક જય સ્ટોન ક્રશર નામના ભરડીયામાં દસેક ફુટની ઉંચાઇએ ઉભો રહી કામ કરતો એક યુવાન પડી જતાં ઇજાઓ થઇ હતી.



ગઇકાલે વાંકાનેર પંથકમાં અચાનક વાવાઝોડા સાથે વરસાદ તૂટી પડયો હતો. ઠેકઠેકાણે વૃક્ષો, હોર્ડીંગ પડી ગયા હતાં. આ દરમિયાન બામણબોર નજીક વાંકાનેર પોલીસની હદમાં આવેલા જય સ્ટોન ક્રશર નામના ભરડીયામાં દસેક ફુટની ઉંચાઇએ ઉભો રહી કામ કરતો મુળ કોલકત્તાનો આરીફભાઇ અરશદભાઇ મંડલ (ઉ.વ.૩૪) ઇલેક્ટ્રીક મોટરને વરસાદથી પલળતી બચાવવા પ્લાસ્ટીક ઢાંકતો હતો ત્યારે ભારે પવન આવતાં પડી જતાં ઇજાઓ થઇ હતી. તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી.
