કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

મારામારી/ હથિયાર/ દેશી દારૂ કબ્જેની ઘટના

મારામારીમાં બે ઘાયલને દવાખાનામાં દાખલ કરાયા

વાંકાનેરમાં બહુચરાજી મંદિર પાસે મારામારીનો બનાવ બન્યો હતો. જેમાં રાજકોટના પડવલ ગામે રહેતા પ્રવીણભાઈ મારાભાઈ ખરેખા (૪૫) અને રસિકભાઈ નાથાભાઈ કરેડી (૩૫)ને ઇજાઓ થઈ હતી, જેથી કરીને ઇજાગ્રસ્તોને પ્રથમ વાંકાનેરમાં સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને વાંકાનેર સીટી પોલીસને બનાવની જાણ કરવામાં આવી છે અને આ બંને વ્યક્તિને અજાણ્ય શખ્સ દ્વારા ઢિકાપાટુ અને લાકડી વડે માર મારવામાં આવ્યો છે તેવું સામે આવ્યું છે.

હથિયારબંધીના જાહેરનામાનો ભંગ કરતો શખ્સો ઝડપાયો
વાંકાનેરમાં હથિયાર બંધીના જાહેરનામાની અમલવારી માટે પોલીસ સતત કાર્યરત છે. ત્યારે લાકડધાર રોડ પર જાહેરનામાનો ભંગ કરતો એક યુવક ઝડપાયો છે. આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. એ દરમિયાન નવા ઢુવા ગામ પાસે લાકડધાર રોડ પર આરોપી હરજીભાઇ ભનુભાઇ માથાસુરીયા મળી આવ્યો હતો. પોલીસે તેને અટકાવી તેની તલાશી લીધી હતી.

જ્યાં આરોપીએ પોતાની પાસે આશરે સાડા ત્રણ ફુટની લંબાઇનો એક લાકડાનો ધોકો હથીયાર તરીકે રાખી મળી આવ્યો હતો. જેથી પોલીસે તેની અટકાયત કરી જી.પી.એકટ કલમ ૩૭(૧),૧૩પ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


વાંકાનેરમાં હથિયાર બંધીના જાહેરનામાની અમલવારી માટે પોલીસ સતત કાર્યરત છે. ત્યારે લાકડધાર રોડ પર જાહેરનામાનો ભંગ કરતો એક યુવક ઝડપાયો છે. જ્યાં આરોપીએ પોતાની પાસે આશરે સાડા ત્રણ ફુટની લંબાઇનો એક લાકડાનો ધોકો હથીયાર તરીકે રાખી મળી આવ્યો હતો. જેથી પોલીસે તેની અટકાયત કરી જી.પી.એકટ કલમ ૩૭(૧),૧૩પ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દેશી દારૂ સાથે પકડાયા
વાંકાનેરમાં આરોપી જાવિદભાઈ મહમદભાઈ જીંદાણી કુંભારપરાચોક પાસે રૂપિયા ૪૦ની કિમતના ૨ લિટર દેશી દારૂ સાથે મળી આવ્યો હતો.વાંકાનેરમાં આરોપી ગીતાબેન ગોરધનભાઇ માથાસુરીયા ઢુવા સીમ વરમોરા સીરામીક પાસે નદીના પટ પાસે ખરાબામાં રૂપિયા ૩૦૦ની કિમતના ૧૫ લિટર દેશી દારૂ સાથે મળી આવી હતી.

  • લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી

    લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ

Content Copying Forbidden !!

error: Content is protected !!