ટંકારા તાલુકાના હડમતીયા ગામે મારામારીનો અને ઝેરી દવા પી જવાનો બનાવ બન્યો છે….
જાણવા મળ્યા મુજબ હડમતીયા ગામે રહેતા સુરેશભાઈ પરસોતમભાઈ ચાવડા નામના ત્રીસ વર્ષના યુવાનને હડમતીયા ગામે મારામારીના બનાવમાં ઇજા થતા મોરબી સિવિલે સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. તેમ મોરબી એ ડિવિઝન પોલીસસુત્રોએ જણાવેલ છે…
ઝેરી દવા પી ગઈ
બીજા બનાવમાં હડમતીયા ગામે હાલુભાની વાડીએ રહીને મજૂરીકામ કરતાં પરિવારની રોશનીબેન વસતાભાઈ પરમાર નામની ૧૦ વર્ષીય યુવતી કોઈ કારણસર ઝેરી દવા પી ગઈ હતી. જેથી મોરબી સિવિલ હોસ્પિટલે સારવાર માટે લઇ જવામાં આવી હતી…