કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

મ.ભો.યોજનામાં બાળકો માટે ખર્ચ ફાળવણીમાં વધારો

અમદાવાદ: લોકસભા ચૂંટણી નજીક છે ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા છેવટે લાંબા સમયની માગણી પછી પીએમ પોષણ યોજના હેઠળની મધ્યાહન ભોજન યોજનામાં બાળકો પાછળ ખર્ચાતી રકમમાં વધારો જાહેર કરવામાં આવ્યો છે.

ગેલેક્સી હોસ્પિટલમાં જનરલ ફિજીશીયન ડો. વિનીત રાજપૂતની સેવાનો પ્રારંભ

જેમાં શાળાના રસોડા માટે અત્યાર સુધી ધોરણ 1 થી 5 માટે શાળા કક્ષાએ ખર્ચ કરવા માટે બાળક દીઠ 3.16 રૂપિયા હતા તે નવા ઠરાવ મુજબ 4.50 રૂપિયા આપવામાં આવશે,

જ્યારે ધોરણ 6 થી 8 માટે શાળા કક્ષાએ ખર્ચ કરવા માટે બાળક દીઠ 4.72 રૂપિયા હતા તે વધારીને 6.75 રૂપિયા કરવામાં આવ્યા છે.

બાળકો માટે મધ્યાહન ભોજન યોજનામાં કરાયેલા વધારાના કારણે સુપોષિત ગુજરાત મિશનને વેગ મળશે. પીએમ પોષણ યોજના હેઠળ વિદ્યાર્થીઓને પૌષ્ટિક ભોજનમાં તાજા લીલા શાકભાજી, મરી-મસાલા, બળતણ અને દળામણ માટે શાળા કક્ષાએ કરાતા ખર્ચની રકમ વધશે. બાળકોમાં કુપોષણની સમસ્યા ઘણા અંશે ઓછી કરવામાં મદદરૂપ બનશે.

રાજ્ય સરકાર દ્વારા બજેટમાં નવી બાબત હેઠળ વર્ષ 2024-25 માટે 80 કરોડ ફાળવાયા હતા તેને મંજૂરી આપી દેવામાં આવી છે. ભારત સરકાર અને ગુજરાત સરકાર 60-40ના રેશિયા પ્રમાણે ખર્ચ ભોગવે છે. ધો. 1 થી 5માં 4.50 રૂપિયા અને 6.75 રૂપિયાની રકમ શાળા કક્ષાના રસોડા માટે સંચાલક કમ કુકને એડવાન્સ પેશગી તરીકે અને મોટાભાગે ગાંધીનગર સહિત મહાનગરોમાં ભોજન પૂરૂ પાડતી ખાનગી સ્વૈચ્છિક સંસ્થાને વિદ્યાર્થી દીઠ કુલ મટીરીયલ કોસ્ટ તરીકે 7 રૂપિયા અને 11 રૂપિયા એડવાન્સ પેશગી તરીકે ચૂકવવામાં આવશે.

કુપોષણ ઘટે તે માટે લીલા તાજા શાકભાજીના ઉપયોગ માટે તાકીદ

કુપોષણ ઘટાડવા પીએમ પોષણ યોજના કમિશનરની કચેરી દ્વારા મહાનગરોના કમિશનર અને જિલ્લા કલેકટરોને એ બાબતની પણ તાકિદ કરાઇ છે કે ભોજનમાં લીલા તાજા શાકભાજી અને મરી મસાલાનો ઉપયોગ થાય તેની ચકાસણી કરવાની રહેશે.

મામલતદારોએ નવી એડવાન્સ પેશગી સંચાલકના ખાતામાં લાભાર્થીઓની સંખ્યા મુજબ સમયસર જમા કરાવવાની રહેશે. નિયત કરાયેલી માત્રામાં પ્રાથમિક અને માધ્યમિકના વિદ્યાર્થીને શાકભાજી યોગ્ય ગુણવત્તા સાથે અપાય તેની પણ ખાતરી અવારનવાર ચેકિંગ કરીને

કરવા પણ જણાવાયું છે. મેનુ મુજબનું ભોજન મળે અને તેના નમૂના લઇને ગુણવત્તાની અવારનવાર લેબોરેટરીમાં ચેકિંગ કરાવવાનું રહેશે.

નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને આપના અન્ય મિત્રોને પણ આ લિંક Share કરી તેને પણ અમારી સાથે જોડો…

https://chat.whatsapp.com/Lj0mgxBwtwaCSLe9QfXM3P

નોંધ: જો ગ્રુપ ફૂલ આવે તો અમને જાણ કરશો તો અમે બીજી Link મોકલીશું

Content Copying Forbidden !!

error: Content is protected !!