શોભાયાત્રામાં નગરજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો
વાંકાનેર: રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘ વાંકાનેર જોગજતી ઉપનગરના સંયુકત ઉપક્રમમાં છત્રપતિ શ્રી શિવાજી મહારાજનાં હિન્દ સામ્રાજય દિન ઉત્સવની ઉજવણી અન્વયે એક શોભાયાત્રા વાંકાનેરના ભાટીયા સોસાયટીથી શરૂ કરીને નવાપરા, મહાદેવનગરમાં શોભાયાત્રા બાઈક રેલી સાથે થઈ હતી.
આ શોભાયાત્રામાં પોલીસ પ્રશાસનનો સુંદર સહયોગ રહ્યો હતો. આ શોભાયાત્રા 5.00 વાગ્યાથી શરૂ થઈ બહુચર માતાજીના મઢ મહાદેવ નગરે પુર્ણ કરી હતી. આ શોભાયાત્રાના અંતે હિન્દુ સામ્રાજય દિન નિમિતે પીન્ટુભાઈ મેરજાએ શિવાજી મહારાજના સુંદર પ્રસંગોની વાત કરી હતી, માટેલના મહેશભાઈએ શિવાજી મહારાજના માતાશ્રી જીજાબાઈનું હાલરડું તેમના સુંદર કંઠે સભળાવ્યું હતું.
અશ્વીનભાઈ રાવલે હિન્દુસમાજને આશિર્વનો કહ્યા હતાં. છૈયા ધૈર્યભાઈએ અમૃત વચન અને ગૌરાંગભાઈ પટેલ દ્વારા વ્યકતીગત ગીતગાઈ સંભળાવેલું.
આ સમગ્ર બાઈકનું સંચાલન જગદીશભાઈ કણસાગરાએ કાર્યકર્તાઓના સહયોગ સુંદર રીતે કર્યુ હતું. આ કાર્યક્રમમાં છત્રપતિ શિવાજીના જીવનના અંશોના ચલચીત્ર બતાવવામાં આવ્યા હતાં.
આ કાર્યક્રમ દ્વારા નગરજનોમાં ઉત્સાહપૂર્ણ સુચારૂ વાતાવરણ બન્યું હતું. ઠેર-ઠેર ફૂલોની વર્ષાથી નગરજનોએ શોભાયાત્રાને વધાવી હતી. એકદંરે સંપૂર્ણ કાર્યક્રમ સફળ રહ્યો હતો.