ટંકારામાં કંપનીમાં શ્રમિક યુવાન ચોથા માળેથી પટકાયો
જિલ્લા રોજગાર વિનિમય કચેરી-મોરબી દ્વારા આગામી તા.૧૫-૦૪-૨૦૨૫ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે, રાજકોટ મોરબી હાઇવે, રામદેવપીરના મંદિરની બાજુમાં, આઈ.ટી.આઈ. ટંકારા ખાતે તાલુકા કક્ષાના ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ભરતી મેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી કરશે. ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક, નોનમેટ્રીક / એસએસસી / એચએસસી / આઇટીઆઇ / સ્નાતક વગેરેની લાયકાત ધરાવતા તથા ૧૮ થી ૩૫ વર્ષના વયજૂથમાં સમાવિષ્ટ ઉમેદવારો ભરતી મેળામાં ઉપસ્થિત રહી શકશે.
ઈચ્છુક ઉમેદવારોએ તેમના તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડયાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ, આધારકાર્ડ, બાયોડાટા વગેરે જરૂરી સાધનિક કાગળો સાથે સ્વ-ખર્ચે ભરતીના સ્થળે, નિયત સમયે અને તારીખે અચુક ઉપસ્થિત રહેવું. આ ભરતી મેળામાં રોજગાર વિનિમય કચેરી ખાતે નામ નોંધણી નહીં કરાવેલા ઉમેદવારો પણ હાજર રહી શકશે. તેમ જિલ્લા રોજગાર અધિકારી, મોરબીની યાદીમાં જણાવાયું છે…
ટંકારામાં કંપનીમાં શ્રમિક યુવાન ચોથા માળેથી પટકાયો
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ટંકારામાં આવેલી સ્લોગન કંપનીમાં કામ કરતો રાહુલ રમેશભાઇ રાજભર નામનો 27 વર્ષનો યુવાન રાત્રીના એકાદ વાગ્યના અરસામાં કંપનીમાં ચોથા માળેથી અકસ્માતે નીચે પટકાયો હતો. યુવાનને ઇજા પહોંચતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પ્રાથમિક તપાસમાં મુળ યુપીનો વતની છે અને બે બહેનોનો એકનો એક ભાઇ છે અને અપરિણીત છે બે મહિનાથી અહીયા કામ પર આવ્યો છે.
એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો
