વાવાઝોડાને હલકું ગણશો નહીં
વાંકાનેર ખાતે તા.૧૫/૦૬/૨૦૨૩ના રોજગાર અને તાલીમના નિયંત્રણ હેઠળ, રોજગાર વિનિમય કચેરીઓ-મોરબી દ્વારા ઓદ્યોગિક ભરતી મેળાનું આયોજન આઇ.ટી.આઇ – રાજકોટ હાઇવે, તાલુકા સેવાસદનની સામે, ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ હતું,

જે અનિવાર્ય કારણોસર રદ કરવામાં આવેલ છે, જેથી ઉમેદવારો કે નોકરીદાતાઓએ ઉપસ્થિત નહી રહેવા વિનંતિ કરવામાં આવે છે, ભરતીમેળા માટે નવી તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે, જેની સંબંધિત રોજગાર મેળવવા ઈચ્છુ ઉમેદવારો અને નોકરીદાતાઓએ નોંધ લેવાલેવા મોરબી રોજગાર અધિકારીની યાદીમાં જણાવેલ છે..

વાંકાનેર માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે
વાવાઝોડાની આગાહી કરવામાં આવી હોય જેને પગલે વિવિધ તકેદારીના પગલા લેવામાં આવી રહ્યા છે ત્યારે સાવચેતીના ભાગરૂપે વાંકાનેર માર્કેટિંગ યાર્ડ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

વાંકાનેર માર્કેટિંગ યાર્ડની અખબારી યાદી મુજબ તા. ૧૩ જુનથી નવી જાહેરાત ના થાય ત્યાં સુધી માર્કેટ યાર્ડમાં હરાજીનું તમામ કામકાજ અને આવક સદંતર બંધ રહેશે જેની તમામ ખેડૂતો, દલાલભાઈઓ અને વેપારીઓએ નોંધ લેવા જણાવ્યું છે.

બે દિવસ શાળા બંધ રહેશે
બીપરજોય વાવાઝોડાની અસરને પગલે ગુજરાતના છ જીલ્લામાં જ્યાં અસર થવાની સંભાવના છે જેમાં મોરબી જીલ્લાનો પણ સમાવેશ થાય છે ત્યારે મોરબી જીલ્લામાં બે દિવસ શાળા બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

મોરબી જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા જીલ્લાની તમામ પસરકારી, ગ્રાન્ટેડ, નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાના આચાર્યને બે દિવસ શાળામાં રજા રાખવા જાણ કરવામાં આવી છે જેમાં જણાવ્યું છે કે વાવાઝોડાની સંભવિત અસરને ધ્યાને લઈને વિદ્યાર્થીઓની સલામતી માટે બે દિવસ શાળા બંધ રહેશે.

તા. ૧૪ અને ૧૫ જુન બે દિવસ વિદ્યાર્થીઓ માટે શાળામાં રજા રાખવાની રહેશે તેમજ શાળાના આચાર્ય, તમામ શિક્ષકોએ હેડ ક્વાર્ટર પર ફરજીયાત હાજરી આપવાની રહેશે તેમજ વહીવટી તંત્ર સાથે સંકલન કરી કામગીરી બજાવવાની રહેશે આ સમયગાળા દરમિયાન કોઈપણ કર્મચારીની રજા મંજુર કરવાની રહેશે નહિ તેમ જણાવ્યું છે.

અરબ સાગરમાં સર્જાયેલા ચક્રવાત ‘બિપરજોય’ હવે અતિપ્રચંડ બની શકે છે. હાલ બિપરજોય વાવાઝોડું પોરબંદરથી 340 કિલોમીટર જ્યારે દ્વારકાથી 380 કિલોમીટર દૂર છે. જેને પગલે હાલ મોરબી વહીવટી તંત્ર પણ એલર્ટ બન્યું છે અને દરિયાકાંઠાના વિસ્તારોમાં સ્થળાંતરની કાર્યવાહી ચાલી રહી છે આવા સમયે મોરબી જિલ્લા કોંગ્રેસ પણ એક્ટિવ મોડ માં આવ્યું હોય તેમ મોરબી જિલ્લામાં આવનાર સંભવિત વાવાઝોડાના કારણે લોકોને ઉપયોગી થવા માટે કોંગ્રેસ દ્વારા કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યા છે.
જેમાં તાલુકા અનુસાર પાંચ લોકોની ટીમના તૈયાર કરવામાં આવ્યા છે. જે નીચે મુજબ છે.
