કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

મુ.મંત્રી કિસાન સહાય યોજનાની માહિતી મંગાઈ

વાંકાનેર, ટંકારા તાલુકાઓને અનાવૃષ્ટી અસરગ્રસ્ત જાહેર કરાવવાની ધારણા

વાંકાનેર: માં. યાર્ડના માજી પ્રમુખ શકીલ એહમદ કે. પીરઝાદાએ કલેક્ટરશ્રી પાસે માહિતી માંગી કે એમણે વાંકાનેર તાલુકાને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હેઠળ જાહેર કરવા અંગે શું કાર્યવાહી કરી છે?


વાધુમાં એમણે જણાવ્યું કે અમોએ ગુજરાત સરકાર ડીઝાસ્ટર મેનેજમેન્ટની વેબસાઈટ www.gsdma.org પરથી મોરબી જીલ્લાના વાંકાનેર અને ટંકારા તાલુકાના વરસાદના આંકડા લીધા હતા. જે પ્રમાણે આ બન્ને તાલુકામાં ૩૧ ઓગષ્ટ ૨૦૨૩ પહેલા સતત ૨૮ દિવસ કરતા વધુ સમયગાળામાં વરસાદ પડયો નથી. શું આ આંકડા આપની કચેરીની માહીતી પ્રમાણે સાચા છે ?


ગુજરાત સરકારની મુખ્યમંત્રી કીશાન સહાય યોજના અન્વયે જે તે તાલુકામાં ૩૧ ઓગષ્ટ પહેલા સતત ૨૮ દિવસ વરસાદ ન પડે તો તે તાલુકાને આ યોજના હેઠળ અનાવૃષ્ટી (દુષ્કાળ) અસરગ્રસ્ત જાહેર કરવાની જોગવાઈ છે. આ બાબતે માહીતી આપવા વિનંતી.

ઉપરાંત આ બાબતે આપની કચેરી દ્વારા આગળ શું કાર્યવાહી કરવામા આવી અને આવશે તે બાબતની માહીતી આપવા પણ વિનંતી કરાઈ છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!