કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ખેડૂતની જણશોને વીજ અકસ્માતે વીમાની માહિતી

જનરલ મેનેજર (એફ એન્ડ એ) પીજીવીસીએલ, કોર્પોરેટ ઓફિસ, રાજકોટ તરફથી તા. ૧૪-૩-૨૦૨૩ ના બહાર પાડવામાં આવેલ પરિપત્ર મુજબ નીચે મુજબની વીમા પોલિસી પીજીવીસીએલ દ્વારા ઓરીએન્ટલ જનરલ ઇન્સ્યોરન્સ વીમા કંપની પાસેથી ખરીદ કરવામાં આવેલ છે. સદર વિમા પોલીસીનો લાભ વીજ અકસ્માત થાય તેવા કિસ્સાઓમાં ખેડૂતની જણશોને ઉભા પાકને કે લણણી કરેલ પાકને પીજીવીસીએલની વીજ લાઈનને કારણે વીજ અકસ્માતે થાય તેવા કિસ્સાઓમાં સદર વીમા પોલિસી હેઠળ ક્લેઈમ કેસનો લાભ મળવા પાત્ર થાય છે.

વિષય: વિજ અકસ્માતનાં કારણે ઉભા પાક અને લણણી કરેલ જમીન પર પડેલ પાક ને થયેલ નુકશાની અંગેના વળતરની વિમા પોલીસી બાબત.
સંદર્ભ: ૧. જાહેર જવાબદારી વિમો પોલીસી (નોન-ઇન્ડસ્ટ્રીયલ) ઓરીયન્ટ ઇન્સ્યોરન્સ કંપની લીમીટેડ, (પોલીસી નં: ૧૪૨૬૦૦/૪૮/૨૦૨૩/૪૯૮૨).
સરકારનાં સલાહકાર સમીતીની મીટીગમાં લેવાયેલ નિર્ણયનાં માર્ગદર્શન મુજબ ખેડુતોનાં ઉભા પાક લણણી કરેલ જમીન પર પડેલ પાક ઈલેક્ટ્રીક લાઈન અકસ્માતને કારણે થયેલ નુકશાની અંગે બીજો અન્ય કાનુની વિવાદીત બાબતો કર્યા વગર વળતર ચુકવવા માટે પી.જી.વી.સી.એલ દ્રારા તા. ૧૪-૩-૨૦૨૩ થી ૧૩-૦૩-૨૦૨૪ ની મધ્યરાત્રિ સુધીની વીમાની પોલીસી લેવામાં આવેલ છે. જેનો પોલીસી નંબર ૧૪૨૬૦૦/૪૮/૨૦૨૩/૪૯૮૨ છે. જેની વિગતો નીચે મુજબ છે.
ઈન્સયોરન્સ કંપનીનુ નામ: ઘી ઓરીયન્ટલ ઇન્સ્યોરન્સ કંપની લીમીટેડ,
વિમાની વિગત: ઉભા પાક અને લણણી કરેલ જમીન પર પડેલ પાકને (પરંતુ
ગોઠવવામાં આવેલ પાક નહીં) ઈલેક્ટ્રિક અકસ્માત જેવા કે, વીજ લાઇન તુટી જવી, શોર્ટ-સર્કીટ, વીજ પુરવઠાનાં દબાણમાં વધ-ઘટનાં કારણે વગેરે દ્વારા ઉભા પાક અને લણણી કરેલ જમીન પર પડેલ પાકને (પરંતુ ગોઠવવામાં આવેલ પાક નહીં) થયેલ નુકશાની અંગે.
૩. કાર્યક્ષેત્ર વિસ્તાર : પ. ગુજ.વીજ. કંપનીના કાર્યક્ષેત્ર હેઠળનો ભૌગોલીક વિસ્તાર
૪. પોલીસી મુદ્દત: એક વર્ષ (૧૪.૦૩.૨૦૨૩ થી ૧૩.૦૩.૨૦૨૪ની મધ્યરાત્રિ સુધી).
૫. પ્રીમીયમની રકમ : રૂા.૬૫,૦૦,૦૦૦/-+ જીએસટી રૂા ૧૧,૭૦,૦૦0/-= ૭૬,૭०,०००/-
૬. વિમાની રકમ: ३. ८०,००,०००/-
૭. વઘુમાં વઘુ કવરેજ/ઘટના : ૩,००,०००/- આકારણી
૮. લાગુ પડતી વઘારાની કપાત : દાવાની રકમનાં પ% (ઓછામાં ઓછા રૂ.૧૦૦૦/- ને આધીન)


શરતો, નિયમો તેમજ કાર્યપધ્ધતિ અંગેની માહિતી પોલિસીમાં દર્શાવેલ છે.
વળતર માટેનો કોઈપણ દાવો ઈન્સ્યોરન્સ કંપની પાસે કરવા માટે તા. ૧૪.૦૩.૨૦૨૩ થી જ કાયદેસર ગણાશે કારણ કે, પોલીસી અમલીકરણની તારીખ ૧૪.૦૩.૨૦૨૩ છે.
આથી ક્ષેત્રીય તેમજ દરેક વર્તુળ કચેરીનુ ધ્યાન દોરવામાં આવે છે કે ઇલેકટ્રીકલ અકસ્માતને કારણે ઉભા પાક અને લણણી કરેલ જમીન પર પડેલ પાકને (પરંતુ ગોઠવવામાં આવેલ પાક નહી) થયેલ નુકશાન અંગેનાં વળતરનો દાવો ઘી ઓરીયન્ટલ ઇન્સ્યોરન્સ કંપની લીમીટેડ સાથે રજીસ્ટર્ડ કરાવી અને ખેડૂતને નકશાનીનાં વળતરનો દાવો ઘી ઓરીયન્ટલ ઈન્સ્યોરન્સ કંપની લીમીટેડ સાથે રજીસ્ટર્ડ કરાવી અને ખેડુતને નુકશાનીનાં વળતરની રકમનાં ચુકવણાં માટે પોલીસીની જોગવાઇઓ ધ્યાને લઈ આગળની યોગ્ય કાર્યવાહી કરવી.

વિમા કંપનીનુ પત્ર-વ્યવહારનુ સરનામું નીચે મુજબ છે.
ઘી ઓરીયન્ટલ ઈન્સ્યુરન્સ કંપની લીમીટેડ. ડીવીઝન ઓફીસ, ૧લો માળ, ઉમીયા શોપીંગ સેન્ટર, હાઈવે રોડ, મહેસાણાં (એન.જી)-૩૮૪૦૦૨.
સંપર્ક : શ્રી સંગમકુમાર
ફોન : ઓફિસ-૦૨૭૬૨-૨૫૪૬૮૦, ૨૫૩૬૬૫.
ફેક્સ : ૦૨૭૬૨-૨૫૧૪૪૩
ઈ-મેઈલ: 142600@orientalinsurance.co.in
SANGAM.KUMAR@ORIENTALINSURANCE.CO.IN
oicl@orientalinsurance.co.in

Content Copying Forbidden !!

error: Content is protected !!