સાવડી ગામ પાસે ઓટો રીક્ષા અને બાઈક અથડાયા
ટંકારા: તાલુકામાં સાવડી ગામ પાસે ઓટો રીક્ષા અને બાઈક અથડાયા હતા અને મીતાણા ગામ પાસે રીક્ષા પલ્ટી મારવાનો અકસ્માત બન્યો છે…જાણવા મળ્યા મુજબ રાજકોટ રોડ પર આવેલ મીતાણા ગામની પાસે રીક્ષા પલ્ટી મારી જવાનો અકસ્માત બનાવ બન્યો હતો. જેમાં ધર્મેશ જગદીશભાઈ (ઉ.૨૧) અને અંજનાબેન સંજયભાઈ ઉઘરેજા (ઉ.૩૩) રહે.બંને રાજકોટ વાળાઓને ઈજા થતાં મોરબીની સરકારી હોસ્પિટલે સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા…
બીજો બનાવ સાવડી ગામ પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો. જેમાં તા.૧૫ ના રાત્રીના એકાદ વાગ્યાના અરસામાં ઓટો રીક્ષા અને બાઈક અથડાતા મોરબીના છાત્રાલય રોડ ઉપર આવેલ વિજયનગર સોસાયટીમાં રહેતા
પ્રવિણચંદ્ર અંબારામ ભાડેજા (૫૫) અને પ્રફુલાબેન પ્રવીણચંદ્ર ભાડજાને ઇજાઓ થતા સારવાર માટે મોરબી ખસેડાયા હતા.બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના વિ.કે.ચાવડા દ્વારા પ્રાથમિક તપાસ કરીને બનાવ અંગે ટંકારા પોલીસને જાણ કરવામાં આવી છે…