ટંકારા: રાજકોટ જુના મોટરસાઇકલની ખરીદી કરીને પરત ફરતા લતીપર પુલ ઉપર પાછળથી એક ટ્રકે મોટરસાઇકલને ઠોકર મારતા મોરબીના વેપારીને ઇજા થઇ છે….
જાણવા મળ્યા મુજબ મોરબીમાં નાની વાવડી ગામ નજીક નાગબાઇ કટપીશ નામની કપડાની દુકાન ચલાવતા ભરતભાઇ ગોવિંદભાઇ સાણંદીયા (ઉ.વ.૩૬) વાળાએ ફરીયાદમાં લખાવેલ છે કે તા.૧૨/૦૩/૨૦૨૫ ના સવારના દશેક વાગ્યે હું, મારા સાઢુભાઇ મહેશભાઈ નાનજીભાઈ,
મારા સસરા ધનજીભાઈ સુંદરજીભાઇ તથા મારા બનેવી ભાવેશભાઈ ધનજીભાઈ એમ બધા મારા બનેવીની બલેનો ફોર વ્હીલ લઇને રાજકોટ જુના મોટરસાઇકલની ખરીદી કરીને હું હિરો કંપનીનુ પ્લેઝર મોટરસાઇકલ રજી નં-GJ-03-FA-9241 વાળુ લઇને મોરબી આવતો હતો ત્યારે
સાંજના ટંકારા લતીપર પુલ ઉપર પાછળથી એક ટ્રક પુર ઝડપે બેફીકરાઇથી ચલાવી મારા મોટરસાઇકલને ઠોકર મારી ચાલક નાસી જતો ટ્રક જેના ટ્રક રજી નં- GJ-03-AT-1848 ના જોવામા આવેલ. ૧૦૮ એમ્બ્યુલન્સમા ટંકારા સરકારી દવાખાને સારવારમા અને પછી વધુ સારાવાર માટે રાજકોટ હોસ્પિટલ લઇ ગયેલ હતા. પોલીસ ખાતાએ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી શરુ કરેલ છે….