મોરબીના વાંકાનેર હાઇવે ઉપર રફાળેશ્વર ગામ નજીક નવા પોલીસ કવાટર નજીકથી જઈ રહેલા વાંકાનેરવાસીને અકસ્માતમાં ઇજા થઇ છે.
મળતી માહિતી મુજબ રાજેશભાઈ પરસોત્તમભાઈ ઠક્કર (ઉમર ૪૩) રહે. નંદવાણા ઢોરો, વાંકાનેરવાળાને અજાણ્યા બાઈક વાળાએ પાછળથી હડકેટે લેતા ઇજા પામેલા રાજેશભાઈ ઠક્કરને તેમના જીજાજી દીપકભાઇ ગોવાણી દ્વારા સારવાર માટે અત્રેની આયુષ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. બનાવને પગલે હોસ્પિટલ તરફથી જાણ કરાતા હાલ તાલુકા પોલીસ મથકના મહેશભાઈ કાંગરા દ્વારા નોંધ કરીને તપાસ ચલાવવામાં આવી રહી છે.
લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી
લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ