કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

બાઈક સ્લીપ થતા ઇજા: પત્તાપ્રેમી ઝડપાયા

મફતીયાપરામાં અને ઓળ ગામે પોલીસ દરોડા

વાંકાનેર: વાંકાનેર હાઇવે ઉપર આવેલા સરતાનપર રોડ ઉપર રહીને મજૂરી કામ કરતો સમસુભાઈ વજીયાભાઇ નીનામા નામનો 33 વર્ષનો યુવાન લીલાપર રોડ ઉપર આવેલી યદુનંદન ગૌશાળા પાસેથી બાઈક લઈને જતો હતો તે સમયે તેનું બાઈક ત્યાં સ્લીપ થઈ જતા મોરબીની ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઇ જવાયો હતો.

પોલીસ ખાતાની બે દરોડામાં આઠ શખ્સો ઉપર કાર્યવાહી
બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર સિટી પોલીસ ટીમ ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર શહેરના ગાયત્રી મંદિર નજીક મફતીયાપરામાં દરોડો પાડી જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા ૧). કૈલાશભાઇ બટુકભાઇ ધરોલીયા, ૨). વિજયભાઈ ચુનિલાલભાઈ ચારોલીયા, ૩). કિશનભાઇ બટુકભાઇ ધરોલીયા અને ૪). ચુનિલાલભાઈ જીવાભાઇ ચારોલીયાને રોકડ રકમ રૂ. 11,430 સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

જ્યારે બીજા બનાવમાં વાંકાનેર તાલુકા પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન ઓળ ગામના નવાપરામાં જુના સ્મશાન પાસે શેરીમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા ૧). હર્ષદભાઇ કાળુભાઇ વિઝવાડીયા, ૨). અક્ષયભાઇ ગીલાભાઇ વિઝવાડીયા, ૩). સંજયભાઈ પ્રભુભાઈ કગથરા અને ૪). ગોપાલભાઇ ધોધાભાઇ સોરીયાને રોકડ રકમ રૂ. 12,400સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી

લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ

Content Copying Forbidden !!

error: Content is protected !!