સ્ટેચ્યુ ચોક પાસે બાઈક પરથી પડી ગયા હતા
વાંકાનેર: અહીં સ્ટેચ્યુ ચોક પાસેથી વૃદ્ધ પોતાનું બાઈક લઈને જતા હતા ત્યારે કોઈ કારણોસર અચાનક રસ્તામાં પડી જતા તેનું માથું ઈલેક્ટ્રીક થાંભલા સાથે અથડાયું હતું સારવાર માટે તાત્કાલિક રાજકોટ લઈ ગયા હતા ચાલુ સારવાર દરમિયાન તે વૃદ્ધનું મોત નીપજયું છે
જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરમાં આવેલ વેલનાથપરા શેરી નં-1 ખાતે રહેતા બાબુભાઈ રાયસીંગભાઇ દારોદરા (74) ગત તા. 4/3 ના રોજ બપોરના અઢી વાગ્યાના અરસામાં વાંકાનેરમાં આવેલ સ્ટેચ્યુ ઓફ પાસેથી પોતાનું બાઈક લઈને જતા હતા દરમિયાન કોઈ
કારણોસર રસ્તામાં તેઓ અચાનક પડી ગયા હતા અને તેનું માથું ઈલેક્ટ્રીક થાંભલા સાથે અથડાતા તેને માથામાં ગંભીર ઇજા થઈ હતી જેથી તેને પ્રાથમિક સારવાર આપીને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સુધી લઈ જવામાં આવ્યા હતા જોકે ચાલુ સારવાર દરમિયાન ગઈકાલે રાત્રે 10:15 વાગ્યાના અરસામાં તેનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવ અંગેની રાજકોટ હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે…