વઘાસીયાના વૃદ્ધ શ્વાસની બીમારી સબબ દવાખાનામાં
ટંકારા: તાલુકાના લજાઈ ગામે રહેતા જગાભાઈ પેથાભાઇ રબારી (39) ને મારામારીના બનાવમાં ઇજા થતાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા…
બીજા બનાવમાં ટંકારાના ઘુનડા (સજનપર) ગામે રહેતા શ્રદ્ધાબેન હિતેશભાઈ પાટડીયા (23), હિતેશભાઈ હરેશભાઈ પાટડીયા (23) અને સાવન ગોપાલભાઈ પાટડીયા (18) ને સજનપરથી ટંકારા જતા રસ્તે ઘુનડા નજીક મારામારીના બનાવમાં ઇજાઓ થઈ હતી જેથી મોરબી સરકારી હોસ્પિટલે સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. મોરબી પોલીસે પ્રાથમિક તપાસ કરીને બનાવના અંગે ટંકારા પોલીસને જાણ કરી હતી.ત્રીજા બનાવમાં ટંકારાના કોઈલી ગામે રહેતા આશિષ બદીયાભાઈ ભુરીયા નામનો નવ વર્ષનો બાળક બાઇકમાં જતો હતો. તો સમયે રસ્તામાં બાઈકમાંથી નીચે પડી જતા ઇજા થતા મોરબી ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઇ જવાયો હતો…
તેમજ વાંકાનેર તાલુકાના વઘાસીયા ગામે રહેતા રામાભાઇ કાળુભાઈ નામના 65 વર્ષના વૃદ્ધને શ્વાસની બીમારી સબબ વાંકાનેરની સિવિલ ખાતે સારવાર બાદ વધુ સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલે લઇ જવામાં આવ્યા હતા.