કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

સરતાનપર પાસે હાઈવેના ખૂણે અકસ્માત થતા ઇજા

સરતાનપર પાસે હાઈવેના ખૂણે અકસ્માત થતા ઇજા

છરી વડે હુમલો કરી ઈજા પહોંચાડી

નવાપરામાં દારૂની ત્રણ બોટલ સાથે પકડાયો

વાંકાનેર: મોરબી હાઇવે સરતાનપર રોડ ઉપર હાઇવેના ખૂણા પાસેથી બાઇક લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે પાછળથી કાર ચાલકે બાઇકને હડફેટે લેતા બે જણાને ઇજા થઇ હતી, બીજા બનાવમાં એક યુવાન ઉપર છરી વડે હુમલો કરતા મોરબી લઇ જવામાં આવ્યો હતો, ત્રીજા કીસ્સામાં નવાપરા વિસ્તારમાં એક યુવાનની વિદેશી દારૂની ત્રણ બોટલ સાથે મળી આવતા પોલીસે ધરપકડ કરેલ છે…
જાણવા મળ્યા મુજબ વાંકાનેર મોરબી હાઇવે સરતાનપર રોડ ઉપર હાઇવેના ખૂણા પાસેથી ધનજીભાઈ રણછોડભાઈ પરમાર (45)એ કાર નંબર જીજે 10 સીએમ 7694 તથા પ્રભુભાઈ બાઇક નંબર જીજે 36 એએન 0912 લઈને પસાર થઈ રહ્યા હતા દરમિયાન પાછળથી ઓવરટેક કરતાં વખતે કાર ચાલકે તેઓના બાઇકને હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને તે બનાવમાં

ફરિયાદીને જમણા પગે તથા ડાબા હાથમાં ફ્રેક્ચર અને શરીરે ઇજાઓ થયેલ છે જ્યારે પ્રભુભાઈને કમરના મણકામાં ઇજા થયેલ છે અને કાર ચાલક સ્થળ ઉપરથી પોતાનું વાહન લઈને નાસી ગયો હતો ઇજા ગ્રસ્ત મોરબીના રહેવાસી છે, જેથી આ બનાવ સંદર્ભ ઇજા પામેલ યુવાનની ફરિયાદ પરથી કાર ચાલકની સામે પોલીસે ગુનો નોંધેલ છે…
છરી વડે હુમલો કરી ઈજા પહોંચાડી: વાંકાનેરના હરેશભાઈ વલ્લભભાઈ વાઘેલા નામના યુવાન ઉપર વાંકાનેર ખાતે છરી વડે હુમલો કરી ઈજા પહોંચાડવામાં આવી હતી.જેથી ઈજાગ્રસ્ત હરેશભાઈને સારવાર માટે મોરબી સિવિલે લઇ જવામાં આવ્યા હતા અને બનાવને પગલે પોલીસે નોંધ કરીને આગળની તપાસ માટે વાંકાનેર પોલીસને જાણ કરી હતી.
નવાપરામાં દારૂની ત્રણ બોટલ સાથે પકડાયો: વાંકાનેર સીટી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન શહેરના નવાપરા વિસ્તારમાં સર્વિસ રોડ પર શંકાસ્પદ હાલતમાં પસાર થતા આરોપી શબિર હાસમભાઈ કટિયા (ઉ.31) નામના આરોપીને અટકાવી તલાશી લેતા આરોપીના કબ્જામાંથી વિદેશી દારૂની ત્રણ બોટલ કિંમત રૂપિયા 3600 મળી આવતા પોલીસે પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધી આરોપીને અટકાયતમાં લીધો હતો…

Content Copying Forbidden !!

error: Content is protected !!