વાંકાનેર તાલુકાના ઢુવા નજીક ફાટક પાસે રેલવે ટ્રેક ઉપર અકસ્માતનો બનાવ બન્યો હતો, જેમાં પરપ્રાંતીય બે શખ્સોને ઇજા થવા પામી છે.
જેમાં મૂળ મધ્યપ્રદેશના રહેવાસી ગીનાભાઈ ઇન્દરસિંહ દાવલ (૩૫) અને સંકરસિંગ કલજા ભુરીયા (૪૦) ને ઇજાઓ થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્ત હાલતમાં તે બંનેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ સાથે લઈને આવ્યા હતા ને ત્યાં તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ બંને યુવાનોને રાજકોટ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યા છે અને આ બનાવ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની હદનો હોવાથી ત્યાં જાણ કરવા માટેની પોલીસ દ્વારા કવાયત કરવામાં આવી છે.